ગુજરાત

ગોધરા-મેશરી નદીના પટમાં એલસીબી પોલીસે જુગાર રમતા ચાર શખ્શોને ઝડપ્યા, મુખ્ય ત્રણ સુત્રધાર થયા ફરાર

ગોધરા શહેરમાં મેશરી નદીના ઢાળમાં આવેલા નવા બહારપુરા ખાતે કેટલાક જુગારીઓ હાર જીતનો જુગાર રમી રહ્યાની બાતમી એલસીબી ટીમને મળી હતી. જે બાતમીના આધારે એલસીબી શાખાની ટીમે ગોધરા શહેરના મેશરી નદીના ઢાળમાં આવેલા નવા બહારપુરા ખાતે રાત્રીના સુમારે રેડ કરી જુગાર રમવામાં મશગુલ ચાર જેટલા નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાનાડનારા ત્રણ જેટલા મુખ્ય સૂત્રધાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની પ્રાત વિગત અનુસાર, ગોધરા એલસીબી શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઈ ઘનશ્યામ પુજાભાઈએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, ગોધરા શહેરના મેશરી નદીના ઢાળમાં આવેલા નવા બહારપુરા ખાતે કેટલાક જુગારીયાઓ હાર જીતનો જુગાર રમી રહ્યા હતા જેની બાતમીના આધારે ગોધરા એલસીબી શાખાએ રેઇડ દરમ્યાન જુગાર રમવામા મશગુલ ચાર જેટલા નબીરાઓને જુગારના સાધન અને અંગ ઝડતી રકમ સહિત ૨૨ હજાર ૧૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગાર રમનારના મુખ્ય સૂત્રધાર ત્રણ જેટલા નબીરાઓ પોલીસની રેઇડ દરમિયાન ફરાર થઈ ગયા હતા.

Follow Me:

Related Posts