પૂર્વ ૈંછજી અધિકારી એસકે લાંગાના શરતી જામીન ગોધરા કોર્ટે રદ કર્યા છે. બોગસ ખેડૂત મામલે ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ગોધરા સેશન્સ કોર્ટે તેમના શરતી જામીનને રદ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ એસકે લાંગાને એ શરતે આગોતરા જામીન આપવામાં આવ્યા હતા કે, તેઓએ દર મહિને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવી પડશે. જાેકે તત્કાલીન ક્લેકટર એસકે લાંગા અનિયમિત હાજરી ભરવા બાબતે રહ્યા હતા. જેને લઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે કરેલી અરજીને આધારે હવે ગોધરા સેશન્સ કોર્ટે એસકે લાંગાના શરતી જામીનને રદ કરી દેવાનો હુકમ કર્યો છે. ગોધરા હેડક્વાર્ટર ડ્ઢઅજીઁ એસબી કુંપાવત આ મામલાની તપાસ સંભાળી રહ્યા છે, જેઓએ મીડિયા સમક્ષ આ અંગેની વિગતો મીડિયા દ્વારા પૂછવામાં આવતા દર્શાવવામાં આવી હતી. આમ હવે પૂર્વ ક્લેક્ટર એસકે લાંગાની મુસીબતોમાં વધારો થઈ શકે છે.
ગોધરા સેશન્સ કોર્ટે પૂર્વ IAS એસ. કે. લાંગાના શરતી જામીનને રદ કરવાનો હુકમ કર્યો

Recent Comments