fbpx
ગુજરાત

ગોધરા સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં ૧૪ દિવસ માટે રહેશે બંધ

રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહી છે. કોરોનાની બીજી લહેરની અસર હવે ગામડાં અને નાના શહેરોમાં વર્તાઇ રહી છે. જેના લીધે હવે વધુ સાવચેતીના પગલાં લેવા જરૂરી બની ગયું છે. રાજ્ય (ય્ેદ્ઘટ્ઠટ્ઠિં) ના ઘણા નાના શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ગોધરા કનેલાવ સ્થિત સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં ૧૪ દિવસ માટે સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષમાં કસરત અને ઇન્ડોર ગેમ રમવા માટે બહારથી આવતાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે.

લોકડાઉન દરમિયાન લાંબા સમય ગાળા સુધી બંધ રહેલું સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષ ખુલતા જ અહીં રોજિંદા કસરત અને રમત માટે આવતા ૨૦૦ થી વધુ નોંધાયેલા સભ્યોમાં ખુશી વ્યાપી હતી. ત્યાં જ પુનઃ કોરોનાનું ગ્રહણ નડયું હોય એમ તેઓની અવર જવર હંગામી ધોરણે બંધ કરવાનો ર્નિણય લેવાયો છે.

પંચમહાલ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સરેરાશ ૨૫ થી વધુ કોરોના પોઝિટિવ કેસ ચોપડે નોંધાઇ રહ્યા છે. ગઈકાલ એટલે કે ૭ એપ્રિલના રોજ પણ ૩૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો ૪૬૯૫ પહોંચ્યો છે. જિલ્લામાં નોંધાઇ રહેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ ગોધરા શહેર ખાતે જ નોંધાય છે જેને લઇ ગોધરાના મોટા ભાગના રહેણાંક વિસ્તારોમાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જાેવા મળે છે.

Follow Me:

Related Posts