ગુજરાત સરકારે ૨૦૦૨ ના ગોધરા હત્યાકાંડ સાથે જાેડાયેલા સાક્ષી, વકીલો અને ફરિયાદ કરનારાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અંદાજે ૧૫ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. એસઆઈટીની ટીમની ભલામણ પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ તમામ ૯૫ લોકોને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. ગુજરાત સરકારે ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યાર પછીના રમખાણોના કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્)ના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણોને આધારે ૯૫ સાક્ષીઓનું રક્ષણ પાછું ખેંચી લીધું છે. જીૈં્ એ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (ઝ્રૈંજીહ્લ) દ્વારા નિવૃત્ત જજ અને રમખાણ પીડિતો માટે લડતા વકીલને આપવામાં આવેલી સુરક્ષા પણ પાછી ખેંચી લીધી છે.
એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. મદદનીશ પોલીસ કમિશનર (ૐઊ) એફએ શેખે જણાવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત જીૈં્ના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણના આધારે, અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને રમખાણોના વિવિધ કેસોમાં ૯૫ સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપી હતી. ગુલબર્ગ સોસાયટીની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. ફરીદા શેખ (૫૪ વર્ષ) પણ તે લોકોમાં સામેલ છે જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. તેઓએ નરોડા પાટિયા રમખાણ કેસમાં કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. ફરીદા શેખે કહ્યું કે, અમારા જેવા લોકોને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. એક સશસ્ત્ર પોલીસ સવારથી સાંજ સુધી મારા ઘરની બહાર રક્ષક તરીકે ઊભો હતો. ૨૬ ડિસેમ્બરના રોજ, મને શહેર પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મારું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
મને કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું કે, અન્ય ઘણા સાક્ષીઓ સાથે પણ આવું બન્યું છે. અમે ભયના પડછાયા હેઠળ જીવી રહ્યા છીએ, કારણ કે ઘણા આરોપીઓ હજુ પણ બહાર છે અને તેઓ હજુ પણ અમને નુકસાન પહોંચાડી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નરોડા પાટિયા રમખાણ કેસમાં ૩૨ લોકોને દોષી ઠેરવનારા અને ૨૦૧૪માં નિવૃત્ત થતાં પહેલાં નરોડા ગામ કેસની અધ્યક્ષતા કરનાર શહેરના ભૂતપૂર્વ મુખ્ય સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકનું સુરક્ષા કવચ પણ સમાપ્ત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે તેમની સેવા દરમિયાન લગભગ ૧૫ ધમકીઓ મળ્યા બાદ તેમને ઝ્રૈંજીહ્લ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત મહિને દિવાળી બાદથી તેમના આવાસની બહાર તૈનાત સીઆઈએફએસ ગાર્ડે આવવાનું બંધ કરી દીધું હતું.
Recent Comments