ગોપીનાથ મંદિરના મિલકતમાં નુકસાન મામલે આચાર્ય પક્ષના બે પાર્ષદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ગઢડા શહેરમાં ઢાલા ચોકમાં આવેલા ગોપીનાથજી મંદિરના મિલકતમાં નુકસાન મામલે મંદિરના મેનેજર દ્વારા આચાર્ય પક્ષના બે પાર્ષદ સામે ગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ રીતે ફરી એકવાર ગઢડા મંદિર ચર્ચામાં આવ્યું છે. ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજી મંદિર કે જ્યાં સત્તાને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સતત વિવાદો થતા રહે છે. હાલ ગોપીનાથજી મંદિરમાં દેવ પક્ષનું સાશન છે. ત્યારે ગોપીનાથજી મંદિર આજે ફરી ચર્ચમાં આવ્યું છે.
ગોપીનાથજી મંદિરના મેનેજર નરેન્દ્રસિંહ અસવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં આચાર્ય પક્ષના પાર્ષદ મૌલિક ભંગત અને સંજય ભગત સામે ફરિયાદ આપી છે. જેમં કહેવાયું છે કે, ગત સાતમી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ગઢડાના વાઢાલા ચોકથી આગળ ખોજા મસ્જિદ પાસે મંદિરની જે મિલકત આવેલી છે અને તે જર્જરીત થયેલી છે. આથી ગઢડા નગરપાલિકા દ્વારા જર્જરીત મકાન ઉતારી લેવા ૨૫/૦૮૨૦૨૦ના રોજ મંદિરને નોટિસ આપવામાં આવી હતી.
જે બાદમાં મજૂરો પાસેથી મકાનનો કાટમાળ ઉતારવાનું કામ શરૂ રાખ્યું હતું. એવામાં ૦૭/૦૯/૨૦૨૦ના રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ બંને પાર્ષદોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને જે.સી.બી વડે દીવાલ તોડી નુકસાન કર્યું છે.
Recent Comments