રાષ્ટ્રીય

ગોલ્ડ મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવતાં મોરબીના કવિ જલરૂપ


આઝાદી કા અમૃત મહોત્સવ ૨૬ જાન્યુઆરી નિમિતે દેશ પરદેશ આંતરરાષ્ટ્રીય મેગેઝિન દ્રારા દેશ ભક્તિ અને શોર્ય ગીત કાવ્ય લેખનની સ્પર્ધા મેગેઝિન એમ્બેસેડર ઇવા બેન પટેલ અને મેગેઝિનના કમિટી મેમ્બર્સ દ્રારા આ સ્પર્ધા યોજવામાં આવેલી તેમાં ૨૨ દેશના અનેક સર્જકોએ પોતાના કાવ્યો મોકલાવેલા. તેમાં મોરબીના યુવા કવિ જલરૂપે દ્વિતિય સ્થાન મેળવ્યું હતું. ટૂંકા ગાળામાં ‘ કાવ્ય અમૃત ‘ પુસ્તકરૂપે પ્રકાશિત થશે.

આ સ્પર્ધા અને બુકને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ રેકોર્ડ કરી છે. તે અંતર્ગત મોરબી જિલ્લાના યુવા કવિ જલરૂપનું નામ સાહિત્ય જગત માં પ્રસિદ્ધિ પામતા તેઓ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા હોલ્ડર વિથ ગોલ્ડ મેડલ બન્યા  છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી તેઓને ગોલ્ડ મેડલ, રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. પરમાર રૂપેશ નાનપણથી જ કાવ્યો લખે છે. જે જલરૂપના ઉપનામથી ખ્યાતનામ થયા છે. જે ૧૮ વર્ષ સુધી યુવા મહોત્સવમાં ભાગ લીધેલ છે. ગઝલ લેખન, કાવ્ય લેખન, નિબંધ લેખન, એકપાત્રીય અભિનય, સર્જનાત્મક કળા, પાદપૂર્તિ, ચિત્રકળા વગેરે સ્પર્ધામાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશકક્ષાએ તેમજ રાજયકક્ષા એ નંબર મેળવ્યા છે ને આજે  તે યુવા મહોત્સવમાં નિર્ણાયક  તરીકે સેવા આપે છે.

૨૦૧૯ માં તે મોરબી રોટરી ક્લબ ના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે જે હાલ ૨૨ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તે પર્યાવરણ પરિવાર ચલાવે છે. પુસ્તક પરબ મોરબીના પણ સભ્ય છે.૨૦૧૯ માં તેનું પ્રથમ અછાંદસ કાવ્ય સંગ્રહ ‘આઇ લવ મી’ પુસ્તક પ્રકાશિત થયું અને ટૂંકા સમયમાં ‘દીકરી ને દુર્ગા બનાવો’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થશે.  આ બધો શ્રેય તેમની માતા નર્મદાબેન અને તેમની પત્ની ધર્મિષ્ઠાને આપે છે.

Related Posts