fbpx
રાષ્ટ્રીય

ગોળીબાર મામલે તપાસ કરાવીશ, દોષીને સજા કરાવીશઃ મમતા

પશ્રિ્‌ચમ બંગાળમાં ચૂંટણીના ચોથા તબક્કામાં સીઆઇએસએફના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના કુટુંબીઓને મળ્યા બાદ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આશ્ર્‌વાસન આપતા જણાવ્યું હતું કે પોતે
આ મામલે તપાસ કરાવશે અને દોષીને શોધીને સજા કરાવશે. મમતાએ જણાવ્યું હતું કે ઠંડા કલેજે કરાયેલી હત્યા માટે જવાબદાર દરેક વ્યક્તિને અમારી તપાસમાં શોધીને કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવશે.


એ જ જિલ્લામાં મતદાનમથક બહાર ઠાર મરાયેલા ૧૮ વર્ષના આનંદા બર્મનના કુટુંબીને ન્યાય અપાવવાની વાત પણ મમતાએ કહી હતી. મમતાએ મૃતકોના કુટુંબીઓ સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે ચૂંટણી પત્યા બાદ (બીજી મે) હું તરત જ પાછી આવીશ. અમે તમને શક્ય એટલી બધી જ મદદ કરીશું. મમતાએ જણાવ્યું હતું કે જીવ ગુમાવનાર પાંચ વ્યક્તિ માટે શહીદ સ્મારક બનાવવામાં આવશે.

પોલીસે જણાવ્યું હતું કે કુચ બિહારના સિતાકુચી વિસ્તારમાં ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વખતે સ્થાનિક લોકોએ સલામતી દળના જવાનો પર હુમલો કર્યો હતો અને એમની બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યા બાદ એમણે કરેલા ગોળીબારમાં ચાર જણનાં મોત થયાં હતાં.

Follow Me:

Related Posts