ગોળ હોસ્પિટલ તથા રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા સાપ્તાહિક યોગાત્સવની ઉજવણી કરવામાં આવી
નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ ( ગોળ હોસ્પિટલ ) તથા રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા આયોજિત ” યોગ ફોર વસુધૈવ કુટુમ્બકમ ” થીમ પર આધારિત સાપ્તાહિક યોગાત્સવની ઉજવણી ગોળ હોસ્પિટલ, ચિતલ રોડ, અમરેલી ખાતે કરવામાં આવી હતી.
જેમાં ઈન્ટરનેશનલ યોગ નિષ્ણાંત સાગર મહેતા, રીટાબેન કાનાબાર તથા ડો.નીતિન ત્રિવેદી દ્વારા યોગ સેશન લેવામાં આવતું હતું, આજે વિશ્વ યોગ દિવસના દિવસે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, નેત્ર ચિકિત્સક કેન્દ્રના સીઇઓ ડો.અર્પણ જોષી, અમરેલી પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, રાષ્ટ્રીય સેવક સંઘ પરિવાર, અમરેલી જિલ્લા પોલીસ પરિવાર તેમજ રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીરના પ્રમુખ ચીત કોટેચા, મહામંત્રી આકાશ જોષી, તથા રોનક ભાલોડિયા, વર્ષા કુંભાર, માનસી ઠકકર સહિતના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments