fbpx
બોલિવૂડ

ગોવામાં ઓફ શોલ્ડર મિન્ટ ગ્રીન ડ્રેસમાં જાેવા મળી મલાઈકા અરોરા

મલાઈકા અરોરા હાલમાં ગોવામાં ન્યૂ યર વેકેશન એન્જાેય કરી રહી છે. મલાઈકાની સાથે બોયફ્રેન્ડ અર્જુન કપૂર, દીકરો અરહાન ખાન તથા બહેન અમૃતા અરોરાનો પૂરો પરિવાર છે. મલાઈકાએ ગોવા વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. એક તસવીરમાં મલાઈકા ઓફ શોલ્ડર મિન્ટ ગ્રીન ડ્રેસમાં જાેવા મળી હતી.
આ ડ્રેસની કિંમત હાલમાં જ સામે આવી હતી. મલાઈકા ઓફ શોલ્ડર મિન્ટ ગ્રીન પફી સ્લિવ્સમાં જાેવા મળી હતી. તેણે ‘સ્’ અક્ષર વાળો નેકપીસ પહેર્યો હતો. સાથે જ ગોલ્ડ બ્રેસલેટ, સનગ્લાસ તથા ગોલ્ડ રિંગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકાનો આ ડ્રેસ જેડ કો-ઓર્ડ લેબલનો છે અને તે ખાસ સમર માટે બનાવવામાં આવ્યો છે. આ ડ્રેસની કિંમત રૂપિયા ૫૯૯૯ છે. નેકપીસની કિંમત ઓનલાઈન પોર્ટલ પર જાેવામાં આવે તો તે ૩૮૦૦ રૂપિયાનો છે.
મલાઈકા અરોરા, અર્જુન કપૂર, દીકરો અરહાન ખાન કોઈ હોટલમાં નહીં પરંતુ ગોવામાં અમૃતા અરોરાના વિલામાં રહે છે. અમૃતા પણ પોતાના પરિવાર સાથે અહીંયા આવી છે. કરન જાેહર પણ ગોવામાં જ વેકેશન મનાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં મલાઈકા અરોરા ધર્મશાલા ગઈ હતી. અહીંયા અર્જુન કપૂર ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરતો હતો. મલાઈકા અરોરા તથા અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બંને એક જ ઘરમાં ક્વૉરન્ટીન થયા હતા.

Follow Me:

Related Posts