રાષ્ટ્રીય

ગોવામાં મમતા બેનર્જી ટીએમસીના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ

તાજેતરમાં, ગોવામાં તૃણમૂલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જાે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવશે, તો તેઓ ગૃહલક્ષ્મી યોજના સાથે આવશે. તે યોજના હેઠળ, દરેક મહિલાને ૫૦૦૦ રૂપિયાની માસિક રકમ આપવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસ અનુસાર, ગોવાના ૩.૫ લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ યોજનાના અમલીકરણથી રાજ્ય સરકારને રૂ. ૧,૫૦૦ થી ૨,૦૦૦ કરોડનો ખર્ચ થશે, જે રાજ્યના બજેટના ૭ થી ૮ ટકા છે.પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી તેમની બીજી ગોવાની મુલાકાતે છે. તે સોમવારે ગોવામાં મીડિયા સંપાદકો સાથે બેઠક કરશે. તેમજ સોમવારે પહેલીવાર મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની જાહેર સભા છે. ગોવાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીની આ મુલાકાત મહત્વની હોવાનું માનવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સાથે જનસંપર્કના હેતુથી ઘણી સભાઓને પણ સંબોધિત કરશે અને જનસંપર્કને લગતા અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. જણાવી દઈએ કે મમતા બેનર્જી રવિવારે સાંજે ગોવા પહોંચી ગયા છે. તૃણમૂલ અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જી તેમની સાથે છે. તે સોમવારે બપોરે ૧ વાગ્યે મીડિયાના સંપાદકો સાથે બેઠક કરશે. બાદમાં તે પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે. મમતા બેનર્જીની પહેલી જાહેર સભા ગોવામાં સાંજે ૪ વાગે છે. બેનૌલિમની જાહેર સભામાં અભિષેક બેનર્જી પણ હાજર રહેશે. મમતા બેનર્જીની મંગળવારે બે જાહેરસભા છે. તે મંગળવારે બપોરે ૩ વાગ્યે ગોવામાં પણજી અને સાંજે ૫ વાગ્યે અસનોરામાં જાહેર સભા કરશે. આ જાહેર સભા ગોવાના લોકોને એક સંદેશ આપવા માટે છે. તૃણમૂલ કોંગ્રેસે તાજેતરમાં જ ગોવા માટે ગૃહલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. વિરોધીઓએ પણ આ યોજનાની મજાક ઉડાવી છે. એવું માનવામાં આવે છે કે મમતા બેનર્જી જનસભાથી લોકોને તે યોજના વિશે સંદેશ આપશે. મમતા બેનર્જીએ ૨૦૨૨માં ગોવા વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે તે રાજ્યની વારંવાર મુલાકાત લઈ રહી છે. દરિયાકાંઠાના રાજ્ય ટીએમસી પોતાનો દબદબો રાખવા માટે આતુર છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઈઝિન્હો ફાલેરો પહેલાથી જ ટીએમસીમાં જાેડાઈ ચૂક્યા છે. પ્રખ્યાત ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે પ્રખ્યાત અભિનેત્રી નફીસા અલી અને ગોવા સ્થિત ઉદ્યોગ સાહસિક મૃણાલિની દેશપ્રભુ પણ તૃણમૂલમાં જાેડાયા છે. કોંગ્રેસ તૂટ્યા બાદ મમતા બેનર્જીનો હાથ પકડવા ઘણા લોકો આગળ આવ્યા છે. ગોવાના સંગઠનની વિશેષ જવાબદારી સાંસદ મહુઆ મોઇત્રાને આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે, આ વખતે મમતા બેનર્જી પોતે જશે અને સંગઠનને સજાવશે.

Related Posts