તળાજા તાલુકાના કુંઢડા ગામ નજીક આવેલા જાણીતા શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત મોહનગીરી બાપુની 14મી પુણ્યતિથિ આગામી તા. 28 ને શુક્રવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. ડુંગર ની ગિરિમાળાઓ વચ્ચે જંગલમાં મંગલ સમાન આવેલ ગૌધામ તેમજ દત્તાત્રેય આશ્રમ ખાતેના મહંત થાણાપતી લહેરગીરી બાપુની નિશ્રામાં તા. 27 ને ગુરુવારના સાંજના ચાર કલાકે વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં સૌ મહંતો, સાધુ-સંતો ના દર્શન તેમજ ધર્મવાણીનો લાભ મળશે. તા. 28 ના રોજ સવારે 8 કલાકે થી ગુરુપૂજન, ધજા પૂજન, સમાધિ પૂજન, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો થશે. તા.27ના રાત્રિના 9 કલાકે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય-ભજન સંતવાણી નો કાર્યક્રમ પણ થશે.
ગૌધામ ખાતેના 14મી પુણ્યતિથિ મહોત્સવમાં 15000 થી વધારે દર્શનાર્થીઓ ભાગ લેશે. જેની પૂર્વ તૈયારીઑ માટે અહીં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને દર્શન મહાપ્રસાદ સંતવાણીનો લાભ લેવા ગુરુદત્તાત્રે આશ્રમ ગૌધામ કુંઢડા, ગુરુદત્તાત્રેય આશ્રમ દેવળીયા ધાર તથા સેવક સમુદાય દ્વારા ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
Recent Comments