ગૌધામ કોટીયા ખાતે આજે શ્રીમદ ભાગવત કથાનો મંગલમય પ્રારંભ થયો
ગૌધામ કોટીયા ખાતે આજે શ્રીમદ ભાગવત કથાનો મંગલમય પ્રારંભ થયો હતો. કથાના વક્તા પૂ. જીગ્નેશદાદા રાધે રાધેએ કથા પ્રારંભ કરાવતા કથાનું સંગીતમય મંગલાચરણ કર્યું હતું. આ પહેલા તળાજા તાલુકાના દેવળીયાધારથી વાહનોના કાફ્લા સાથે ભાગવતજીની પોથીયાત્રા નીકળી હતી. જે કુંઢેલી, ઠાડચ, કુંઢડા વગેરે ગામોમાંથી પસારથઈને કથા સ્થળ ગોધામ ખાતે પહોંચી હતી.
જ્યાં કથા પ્રારંભે દ્વારકાના પૂ. નારાયણાનંદજી અને સંતોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ વેળાએ પૂ.નારાયણનંદજીએ આશીર્વાદ પાઠવીને સંસારમાં ભાગવત કથાનું મહત્વ સમજાયું હતું. કથાના આયોજક થાણાપતી જુનાઅખાડા જુનાગઢ, મહંતશ્રી લહેર ગીરીબાપુ તથા સેવક સમુદાય દ્વારા કથા શ્રવણ, સત્સંગનો, ભોજન પ્રસાદનો લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. આગામી તા.15ને બુધવારે માયાભાઈ આહીર, દેવરાજ ગઢવી નાનો ડેરો કચ્છ, પોપટભાઈ માલધારી, નાજાભાઇ આહીર, જીગ્નેશ કુંચાલાના લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Recent Comments