ગુજરાત

ગૌભક્ત પાસામાંઃ અમરેલીમાં વિરોધી સુર ઉઠયા

કોઈપણ કાયદો એ જનતાની સેવા કરવા માટે અને રક્ષણ માટે બનતો હોય છે. પરંતુ ક્યારેક અધિકારીઓ- રાકારણીઓ પોતાના વેર વાળવા માટે કોઈ પણ કાયદાઓનો દુરુપયોગ કરીને આમ જનતા માટે અથવા જન પ્રતિનિધિઓ માટે પણ તેનો દુરુપયોગ કરતા રહ્યાં છે, તેના અનેક ઉદાહરણો છે. તાજેતરમાં આવું જ ઉદાહરણ અમરેલી જિલ્લાના બાબરામાં સામે આવ્યું છે. જેમાં ત્યાંના ગૌભક્ત એવા યુવા ગજેન્દ્ર શેખવાની સામે અસામાજિક પ્રતિબંધક ધારાનો દુરુપયોગ કરીને તેમના અવાજને અને પ્રવૃત્તિને જે રીતે દબાવવાની કોશિશ થઈ છે. તેનો વિરોધ સમગ્ર અમરેલી સહિત ગુજરાતના હિન્દુ સંગઠનો કરી રહ્યાં છે.

પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ ધી એન્ટી સોશિયલ એલિમેન્ટ એકટ-૧૯૮૫ પી.એ.એસ.એ નું ટૂંકું ફોર્મ પાસા કરવામાં આવ્યું છે.આ કાયદો સમાજમાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં એવા લોકો કે જે સમાજને પીડી રહ્યા છે તેને કાબુમાં રાખવા માટે ઘડવામાં આવ્યો છે. તેમાં બુટલેગરો, ગુંડા , ખંડણીખોર,વારંવાર મારામારી કરનારા અસામાજિકો, જુગાર રમનારા, સોશિયલ મીડિયાથી છેતરપિંડી કરનારા, જમીનો દબાવનારા આ પ્રકારના સમાજ વિરોધી પ્રવૃત્તિમાં સીધી કે આડકતરી રીતે પ્રવૃત્તિ કરનાર લોકો સામે આ કાયદો ઉપયોગ કરવાનો છે.

પરંતુ ગૌ ભક્ત હિંદુ નેતા ગજેન્દ્ર શેખવા કે જે અમરેલીના બાબરાનો એક એવો યુવાન કે જેમણે અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ જેટલાં ગાયો ભરેલા ટ્રક કતલખાને જતાં બચાવ્યા છે. અને તે પોલીસને મદદરૂપ બન્યો છે. તે યુવાન ગૌચરને બચાવવા પણ સરકારની સામે લડી રહ્યોં છે.કેટલીક કંપનીઓને આ વાત ખુંચી કે જે વિન્ડ એનર્જીની સાથે સંકળાયેલી હતી અને અધિકારી પદાધિકારીઓનો એક સમાન ગણ રચાઈ ગયો. અને તેમને પાસાના કાયદાની કલમ ૧/ગ હેઠળ ભયજનક ગણીને ખોટાં નિવેદનો નોંધીને તેની સામે આરોપનામું ફરમાવવામાં આવ્યું અને તેની ધરપકડ કરી જેલમાં બંધ કર્યો છે.

તેની સામે જે બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં તે પણ પૂર્વગ્રહ પ્રેરિત હતાં કે જેમાં તેમણે ગૌચરની જમીનમાં ઉભી થતી પવનચક્કીઓનો વિરોધ કરેલો તેનાં ગુનાઓ નોંધાયા છે. તે આઈપીસી ની ૩૮૪, ૩૪૧ અને ૧૧૪ ની કલમો હેઠળ નોંધાયેલાં છે. જે ગુનાઓ બેઈલેબલ ઓફેન્સ છે. એટલે કે ખૂબ સામાન્ય ગુનાઓ છે. તે પણ ખૂબ ટૂંકા ગાળામાં નોંધવામાં આવ્યાં છે.તેથી સાબિત થાય છે કે તેની સામે એક કાવતરું ઘડવામા આવ્યું.આ સિવાયની તેની સામે કોઈ ફરિયાદ નથી. તો આ કાયદાનો દુરુપયોગ કરનાર અધિકારી- પદાધિકારીઓ સામે હવે રાજ્ય સરકાર શું પગલાં લે છે તે મહત્વનું બની રહેશે.
હિન્દુના નામે મત રળી ખાનાર,ગાય, ગૌચર અને હિન્દુત્વની વાત કરનારી આ સરકાર હિન્દુ આગેવાનોને જ જો જેલમાં બંધ કરે તો તેનાથી મોટી કોઈ કરુણતા હોઈ શકે નહીં! સમગ્ર અમરેલી જિલ્લો આ મુદ્દા ઉપર ખૂબ સંવેદનશીલ બન્યો છે.જિલ્લાના હિંદુ સંગઠનોએ તમામ તાલુકામાં આવેદનપત્રો આપી સરકાર સામે લાલ આંખ કરી છે.વીએચપી,એવીએચપી,બજરંગદળ,સંત સમિતિ વગેરે સામેલ થઈ સરકારના આ પગલાંને પડકાર ફેંક્યો છે. રાજ્ય સરકાર હવે ર્શમિંદગી બની છે તે પણ એક હકીકત છે. ભૂલ સુધારીને હિન્દુત્વના એજન્ડાને કાયમ રાખવાં માટે રાજ્ય સરકારે તૈયારી બતાવવી પડશે.

Follow Me:

Related Posts