ગૌરી ખાને મુંબઈમાં એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ શરૂ કરી
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન હંમેશા લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર ગૌરી ખાનની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. રસપ્રદ વાત એ છે કે ગૌરી ખાન ઘણા બિઝનેસમાં એક્ટિવ છે. ગૌરી ખાન હંમેશા સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી જાેવા મળે છે. ગૌરી ખાને અત્યાર સુધી ઘણા કલાકારો અને સેલિબ્રિટીઓના ઘર અને ઓફિસ ડિઝાઇન કરી છે. થોડાં દિવસો પહેલા જ ગૌરી ખાને અનન્યા પાંડેનું ઘર ડિઝાઇન કર્યું હતું. જેની તસવીરો અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર શેર કરી અને ગૌરી ખાનનો આભાર માન્યો હતો.
હવે તાજેતરમાં જ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને મુંબઈમાં એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. ખાસ વાત એ છે કે ગૌરી ખાને શરૂ કરેલી આ રેસ્ટોરન્ટ ખૂબ જ લક્ઝુરિયસ છે. ગૌરી ખાને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. રસપ્રદ વાત એ છે કે આ રેસ્ટોરન્ટ પણ તેણે જ ડિઝાઇન કરી હોવાનું માનવામાં આવે છે. આ રેસ્ટોરન્ટની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આ રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન માટે ગૌરી ખાને બોલિવૂડના કેટલાક કલાકારોને પણ આમંત્રણ આપ્યું હતું. હવે કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કરણ જાેહર, સુઝૈન ખાન, નીલમ કોઠારી, ભાવના પાંડે, મહિપ કપૂર, ચંકી પાંડે, સીમા સજદેહ, અવિનાશ ગોવારિકરે ગૌરી ખાનની રેસ્ટોરન્ટના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી.
ગૌરી ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. કેટલીક તસવીરો શેર કરતા ગૌરી ખાને લખ્યું છે કે, હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં મારું પહેલું સાહસ ‘તોરી મુંબઈ’ છેપ ગૌરી ખાનની રેસ્ટોરન્ટનું નામ ‘તોરી’ છે. ગૌરી ખાનની રેસ્ટોરન્ટ ખૂબ ચર્ચામાં છે. આ એક લક્ઝરી રેસ્ટોરન્ટ છે. થોડા દિવસો પહેલા શાહરૂખ ખાનને લઈને એક મોટો ખુલાસો થયો હતો. શાહરૂખ ખાન રાત્રે ફોન પર ગૌરી ખાન સાથે નહીં પરંતુ કોઈ અન્ય યુવતી સાથે વાત કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ છોકરી બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન છે. સુહાના ખાન વિદેશમાં છે અને શાહરૂખ ખાન આખી રાત ચેટિંગમાં વિતાવે છે.
Recent Comments