fbpx
રાષ્ટ્રીય

ગૌશાળા પાંજરાપોળો સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન

ગૌશાળા પાંજરાપોળો સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન રાજ્યના દરેક જિલ્લામાં સરકારી કચેરીઓ જાહેર સ્થળોએ બેનર લગાવી સરકારની પોલ ખુલ્લી કરાશે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કર્યા બાદ છ મહિના સુધી સરકારે સહાય આપી નથી રાજ્ય સરકારે ગૌશાળાઓ પાંજરાપોળોને રૂપિયા 500 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ છ મહિના સુધી સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા સંચાલકોની અનેક રજૂઆતો વિનંતીઓ બાદ પણ સરકાર ન જાગતા સંચાલકો હવે રાજ્યમાં દરેક સરકારી કચેરીઓ,જાહેર સ્થળોએ તેમજ વાહન ઉપર બેનરો લગાવી સરકારની પોલ ખુલ્લી કરશે . આજે ડીસા થી સરકારી કચેરીઓમાં બેનર લગાવી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્યભરમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવોને નિભાવવા રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. એક તરફ કોરોના મહામારી બાદ ગૌશાળા પાંજરાપોળોને મળતા દાન નો પ્રવાહ સાવ ઘટી જતા પશુઓનો નિભાવણીનો ખર્ચ કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. તેવા સમયે સરકારની સહાય મળશે અને અબોલ જીવોનો રખરખાવ સારી રીતે થશે તેવી સંચાલકોને આશા હતી પરંતુ આ આશા ઠગારી નીવડી છે. રાજ્ય સરકારે છ માસ બાદ પણ હજુ સુધી ગૌશાળા પાંજરાપોળોને સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી.

Follow Me:

Related Posts