અમરેલી

ગૌ ધામ કોટીયા અને દત્તાત્રેય આશ્રમ દેવળીયા દ્વારા પ્રસુતા માતાઓ માટે ગાયના ઘી માંથી નિર્મિત પાક ના લાડુની સરાહનીય સેવાનો પ્રારંભ થયો 

પ્રકૃતિની ગોદમાં વસેલા નૈસર્ગિક ધામ ગૌધામ, કોટિયા-કુંઢડા આશ્રમ ના થાણાપતી મહંત પૂજ્ય લહેરગીરીબાપુ ના આશીર્વાદ સાથે તેમજ ગુરુદત્તાત્રે આશ્રમ, દેવળીયાની ધાર દ્વારા આજુબાજુના ગામોમાં પ્રસુતા માતા માટે દેશી ઓલાદની ગીરગાય ના શુદ્ધ ઘીમાંથી વિવિધ ઔષડિયા નાખીને બનાવેલ પાકના લાડુ ખાસ પદ્ધતિથી બનાવી, શુદ્ધતા સાથે આવી બહેનો માતાઓને વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે.સૌ સેવક સમુદાય ના પરિશ્રમ સાથે આજુબાજુના ગામોની આવી જરૂરિયાત મંદ પ્રસુતા માતાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ વ્યવસ્થા દ્વારા કોઈ જરૂરિયાત મંદ અને કુપોષણનો ભોગ બનેલ માતા ને લાભ મળે તેવો શુભ આશય રહેલો છે.આ પ્રસાદ વ્યવસ્થા નો પ્રારંભ કરવામાં આવ્યો છે….અત્રે એ નોંધનીય છે કે મહંત પૂ. લહેર ગીરીબાપુ ના માર્ગદર્શન નીચે ગૌ ધામ કોટીયા ખાતે 200 ઉપરાંત દેશી ઓલાદની ગીર ગાયો નો ખૂબ કાળજીપૂર્વક ઉછેર થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts