fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગૌ-હત્યા અટકાવવા આહિર એકતા મંચે મુંડન કરાવી વિરોધ નોંધાવતા અટકાયત

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે આહીર એકતા મંચ અને માલધારી સમાજના આગેવાનો રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગૌ-હત્યા અટકાવવા આ માટે મુંડન કરી વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરોધ કરવામાં આવે એ પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી
આ અંગે આહીર એકતા મંચના આગેવાન કેવલ ભીમભાએ જણાવ્યું હતું કે, અમે આજે અર્જુન આંબલીયાના સમર્થનમાં એકત્રિત થયા છીએ.

ગુજરાતના અર્જુન આંબલીયા દિલ્હી જંતર મંતર પર ધરણા પર બેઠા છે. તેઓની મુખ્ય બે માંગ છે જેમાં પહેલી માંગ ગૌ-હત્યા અટકાવવાઅટકાવી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને બીજી સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે. અમે પણ ગૌવંશની હત્યા થતી અટકાવવા અને ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે એ માંગ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કર પગલાં લેવા આવે. એ માંગ સાથે કલેકટરને મુંડન કરી રજુઆત કરવા આવ્યા છીએ અને જાે અમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Follow Me:

Related Posts