fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ યોજાશે

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આગામી બુધવાર તથા ગુરુવારે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ યોજાશે, જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો સામેલ થશે.

આંબલા ખાતે બુધવારે સવારે ધારા સભ્ય શ્રી ભિખાભાઈ બારૈયા અધ્યક્ષ સ્થાને આ પ્રદર્શનનું ઉદ્દઘાટન લોકવૈજ્ઞાનિક અને લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેના હસ્તે થશે. આ દરમિયાન અધિકારીઓ સાથે શૈક્ષણિક અને સામાજિક મહાનુભાવોની માર્ગદર્શક ઉપસ્થિતિ રહેનાર છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું  વિભાગીય કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩ યોજાશે, જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો સામેલ થશે અને વિવિધ પ્રવૃત્તિ, મુલાકાત અને અધ્યયન સાથે નિષ્ણાતોના માર્ગદર્શનમાં પાઠ માણશે.

Follow Me:

Related Posts