ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા રવિવારે ગ્રામ સેવકની પરીક્ષા લેવાઈ હતી જોકે ગ્રામ સેવકની પરીક્ષામાં વિષય બહારના પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ અંગે વિદ્યાર્થીઓ વતી આકાશભાઈ કાનપરીયા જણાવ્યુ હતું કે,અમે એગ્રીકલ્ચર ડિપ્લોમા અને brs નો કોર્ષ કર્યો છે.ગ્રામ સેવકની પરીક્ષામાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોને લગતા પ્રશ્નો પુછવા જોઇએ તેમજ ગ્રામસેવકને લગતી કામગીરી પંચાયતી રાજ અને પશુપાલન વગેરેના પ્રશ્નો પુછાવા જોઈએ,તેની જગ્યાએ મોટા ભાગના પ્રશ્નો વિષય બહારના જ પુછાયા છે,આકાશભાઈ કાનપરીયાએ જણાવ્યુ કે પશુપાલન,બાગાયત, ગ્રામસેવકની કામગીરી સહિતના પ્રશ્નોને બદલે સાયન્સ એગ્રીકલ્ચરના(ઉચ્ચ ડિગ્રીને ભણાવવામાં આવતા) પ્રશ્નો વધુ પૂછાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓનો સરકાર અને મંડળ પરથી વિશ્વાસ ઉડી ગયો છે, ગ્રામસેવકની ભરતીમાં ઉચ્ચ ડિગ્રીનો સમાવેશ કરવામાં આવતા તેમના લાભાર્થે આ સ્થિતિ સર્જાઈ હોઈ એવું લાગી રહ્યું છે,આ બાબતે અગાઉ પણ ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો છતા સરકાર અને વિભાગે આખ આડા કાન કર્યા હતા.
ગ્રામસેવક પરીક્ષા સિલેબસને નેવે મૂકી લેવામાં આવી હોવાના આકાશભાઈ કાનપરીયા ના આક્ષેપ

Recent Comments