સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના યુવા અગ્રણી ચિરાગ હિરપરા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે ગ્રામ્ય અને શહેર કક્ષાએ અપાતી આવાસ યોજનાની સહાયમાં વિસંગતતા દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. હાલ શહેર કક્ષાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂપિયા ૨,૬૭૦૦૦- અને ગ્રામ્ય કક્ષાએ પંડિત દિનદયાલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનામાં રૂપિયા ૧,૨૦૦૦૦ સહાય સરકારશ્રી દ્વારા લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે. જેમાં વિસંગતતા જણાઈ આવે છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ મકાન બનાવવામાં વપરાતો માલ સામાન અને કારીગર વર્ગ શહેર કક્ષાએથી આવતો હોવાથી પરિવહન ખર્ચ શહેર કરતાં ગ્રામ્ય કક્ષાએ વધારે થાય છે. જેના કારણે ગ્રામ્ય કક્ષાએ મકાન બનાવવું મોંઘુ બને છે. તો આ વિસંગતતા દૂર કરી શહેર કક્ષાએ ચૂકવવામાં આવતી રકમ જેટલી જ ગ્રામ્ય કક્ષાએ ચૂકવવામાં આવે તેવી કાર્યવાહી સરકારશ્રી દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ પત્રની નકલ ધારાસભ્ય અને સાંસદને પણ સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ વિનુભાઈ હીરપરા દ્વારા મોકલવામાં આવી છે.
ગ્રામ્ય અને શહેર કક્ષાએ અપાતી આવાસ યોજનાની સહાયમાં વિસંગતતા દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પિયાવા ગામના યુવા અગ્રણી.













Recent Comments