ગુજરાત

ગ્રામ પંચાયતની ચુંટણી બાદ મત ગણતરી સમયે પેટીમાંથી ચિઠ્ઠીઓ નીકળી

ગાંધીનગર જિલ્લાની ૧૫૬ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટથી યોજવામાં આવ્યા બાદ તેની મતગણતરી ગત મંગળવારના રોજ યોજવામાં આવી હતી ત્યારે મતપેટીઓમાંથી નિકળતી ચિઠ્ઠીઓમાં લખાણ અને બેલેટ પેપર ઉપર માતાજીના નામના લખાણથી રમુજ બની રહેતી હતી. જિલ્લાના એક ગામની પેટીમાંથી ચિઠ્ઠી નિકળી કે આ ગધેડાઓએ ગામના પાંચ વર્ષ બગાડ્યા છે.

જ્યારે અન્ય એક પેટીમાંથી નિકળેલા બેલેટ પેપરની ઉપર પેનથી મોટી ચોકડી મારેલી હતી. આથી મતદારે પોતાનો રોષ આ રીતે વ્યક્ત કર્યો હોવાની ચર્ચા મતગણતરીની કામગીરી કરી રહેલા કર્મચારીઓમાં જાેવા મળતી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે રૂપિયા ૧૫૦૦૦ની ખર્ચ મર્યાદા નક્કી રાજ્યના ચૂંટણી પંચે કરી હોવાની જાણકારી સરપંચના ઉમેદવારોને જાણકારી આપી હતી. આથી મતગણતરી વખતે પરિણામ આવી ગયા બાદ ગણતરીની કામગીરી કરી રહેલા કર્મચારીઓને સરપંચના ઉમેદવારો રૂપિયા ૧૫૦૦૦ની ગ્રાન્ટ સરકાર ક્યારે આપશે તેવી માંગણી કરતા કર્મચારીઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જાેકે અમુક મતપેટીઓમાંથી રૂપિયા ૧૦ની નોટો નીકળી હોવાનું કર્મચારીઓમાં ચર્ચા જાેવા મળતી હતી. આથી મતગણતરીની કામગીરી કર્મચારીઓને થકવી નાખનાર બની રહી હતી.

પરંતુ તેની સાથે સાથે આવા કિસ્સાઓથી રમૂજ થતાં રાહત રહેતી હતી. આમ આ વખતની મતગણતરી દરમિયાન કર્મચારીઓને મતપેટીમાંથી અવનવા લખાણવાળી ચિઠ્ઠીઓ મળી આવી હતી. જેના કારણે મત ગણતરી કરનારાઓમાં રમૂઝ ફેલાઈ હતી.આ ગધેડાઓએ ગામના પાંચ વર્ષ બગાડ્યા સહિતના લખાણવાળી ચિઠ્ઠીઓ મતપેટીઓમાંથી નીકળતા ગણતરી કરતા કર્મચારીઓ માટે રમૂજ બની રહી હતી. ઉપરાંત બેલેટની ઉપર મોટી ચોકડી મારેલી તેમજ માતાજીનું નામ લખેલું હોવાથી મત રદ કરાયા હતા.

Follow Me:

Related Posts