અમરેલી

ગ્રામ વિકાસ પ્રણેતા સવજીભાઈ વેકરીયા ની પ્રેરક ઉપસ્થિતિ માં. બગસરા તાલુકા ના રફાળા ગામે શ્રેષ્ઠ નાગરિક સન્માન સમારોહ યોજાયો

બગસરા તાલુકાના રફાળા ગામે,  શ્રેષ્ઠ નાગરિક સન્માન કાર્યક્રમ યોજાય ગયો આજ ના યુવાનો ની દોટ શહેર તરફ છે, ભૌતિક સુખ સગવડો મેળવવા માટે  પ્રક્રુતિ ની ઘોર ખોદાય રહીં છે, તેવા સમયે બગસરા તાલુકાના રફાળા ગામના યોગેશભાઈ કાનજીભાઈ ગજેરા ધરતીમાતા ના સાચાં રક્ષક બની તેમજ ગોવંશ ને બચાવવા માટે ભગીરથ પ્રયત્નો કરી રહેલ છે જે  વર્તમાન સમયમાં યુવાનો માટે પ્રેરણારૂપ છે. આ યુવાન બિમાર ગાયોની ભાવપૂર્વક સેવા કરી સાચી ગૌ ભક્તિ ના દર્શન કરાવી એક આદર્શ જીવન જીવી રહેલ  છે, એટલું જ નહીં બળદો આધારીત ખેતી માટે લોક જાગૃતિ લાવવીની મથામણ કરી, વુઘ્ધ  બળદો  ને આશરો મળી રહે, તે માટે અશક્ત બળદો  માટે આશ્રમ ની શરૂઆત કરી છે, જે સમાજ ને નવો રાહ બતાવે છે.

આ અનોખી  પ્રેરણા રૂપ સેવા ની નોંધ લઈ, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા અને સ્વામી સચ્ચિદાનંદ યુવક મંડળ રફાળા ના સંયુક્ત ઉપક્રમે  યોગેશભાઈ કાનજીભાઈ ગજેરા ને શ્રેષ્ઠ નાગરિક સન્માન એવોર્ડ, બગસરા આપાગીગા ની જગ્યા ના મહંત શ્રી જેરામબાપુ ના અધ્યક્ષ સ્થાને અને વિશ્વ  ગુજરાતી સમાજ ના  ઉપ પ્રમુખ  સવજીભાઈ વેકરીયા ના સાનિધ્ય માં તારીખ ૧૬ જુલાઈ ને મંગળવારે  ૨૦૦ થી વધુ લોકો ના સાનિધ્ય માં  સન્માન સમારંભ યોજાય ગયો. આ પ્રસંગે સૌ મહાનુભાવોએ જણાવેલ કે આ યુવાને સમાજ ને નવો રાહ ચીંધ્યો છે, જે ધરતીપુત્રો માટે પ્રેરણારૂપ છે  તેથી આ મિશન માં સૌ સહભાગી બની આ નૂતન અભિગમ ને સપોર્ટ કરીએ. એ આપણા સૌના હિત માં છે તેવો સામૂહિક શૂર વ્યક્ત થયેલ તેમ આયોજકો ની એક અખબારી યાદીમાં જણાવાયું છે. મહેન્દ્ર પાથર વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.

Related Posts