અમરેલી

ગ્રાહક જાગૃતિ સપ્તાહના અંતિમ દિવસે સાવરકુંડલા ખાતે એ. એન. એમ નર્સિંગ સ્કૂલમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ શિબિર યોજાઇ. 

સાવરકુંડલા શહેરમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ એ. એન. એમ. નર્સિંગ સ્કૂલમાં આ સંસ્થાની ૩૫ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રિન્સિપાલ સોનલબેન ડી ગોસાઈ, નર્સિંગ ટ્યુટર વિભૂતિબેન એસ. જોષી, રિધ્ધિબેન બી પાતળીયા સમેત ગ્રાહક સુરક્ષા મંડળની ટીમની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા સંદર્ભે મનનીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના  રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી તથા પ્રણવભાઈ જોષી દ્વારા ગ્રાહકે જાગૃતિ માટે રાખવાની તકેદારી સંદર્ભે વિવિધ પાસાઓની તલસ્પર્શી માહિતી આપવામાં આવી.

સંસ્થાની તમામ વિદ્યાર્થીનીએ પણ આ સેમિનાર ખૂબ શિસ્તબદ્ધ રીતે અને ગ્રાહકના અધિકાર વિશે આપવામાં આવતી તમામ બાબતોને ગંભીરતાથી સમજવા પ્રયાસ કરેલ. સંસ્થાના પ્રિન્સિપાલ સોનલબેન ડી ગોસાઈ દ્રારા આભાર વિધિ કરવામાં આવી હતી. આમ પણ ગ્રાહક સુરક્ષા સંબંધિત જાગૃતિ અને આ કાયદાનું જ્ઞાન રોજબરોજના જીવનવ્યવહારમાં ખૂબ જ ઉપયોગી હોય તેથી આવી  શિબિરોનું આયોજન ગ્રાહક જાગૃતિ અભિયાનના પરિપેક્ષમાં આમ જનતા માટે પણ આશીર્વાદ સમાન ગણાવી શકાય. કાર્યક્રમને અંતે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને ગ્રાહક સંબંધિત વિવિધ સમજણ આપતાં પેમ્પેલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આમ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા ગ્રાહક સુરક્ષા સપ્તાહનું સફળરીતે સમાપન કરવામાં આવેલ.

Related Posts