ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે જાગો ગ્રાહક જાગો એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે તથા ગુજરાત સરકાર ગ્રાહક બાબતો વિભાગ દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ચાલતી કન્ઝ્યુમર ક્લબોને સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાનેથી સરકારશ્રી તરફથી ફાળવાયેલી ગ્રાન્ટના ચેકનું વિતરણનું આવતીકાલે સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા અધ્યાપન મંદિર ખાતે બપોરે ત્રણ કલાકે આયોજન કરવામાં આવેલ છે. સાવરકુંડલા શહેરમાં આવેલ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે જાગો ગ્રાહક જાગો એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે આવતીકાલે બપોરે ત્રણ કલાકે અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા અધ્યાપન મંદિર કુમાર શાળા સામે ગ્રાહક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે આ સંસ્થા દ્વારા ગુજરાત સરકારના ગ્રાહક બાબતો વિભાગ દ્વારા અમરેલી જિલ્લાની ૧૭ હાઈસ્કૂલોમાં કન્ઝ્યુમર ક્લબો શરૂ કરવાની અનુમતિ મળી હોય આ સંસ્થા દ્વારા ચાલતી કન્ઝ્યુમર ક્લબોને ચેક વિતરણનું કાર્ય પણ સાવરકુંડલા લીલીયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. લોકોમાં ગ્રાહક સુરક્ષા સંદર્ભે વધુ વધુમાં વધુ જાગૃતિ ફેલાય એ ઉદ્દેશથી જાહેર જનતાએ ઉપસ્થિત રહેવા સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા હાર્દિક અપીલ પણ કરવામાં આવેલ છે. એમ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા એક યાદીમાં જણાવાયું હતું |
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=IAEoAjABogEKGgIQAEoECAEQAbIBBxgDIAAqATDYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1695896437655
Recent Comments