ભાવનગર

ગ્રીન ગુજરાતની વિભાવનાને સાકાર કરતાં કલેક્ટરશ્રીએ મામલતદાર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું

        ભાવનગરના ગારિયાધાર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

        ઉલ્લેખનીય છે કે, લોકોને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નોનો નિકાલ કરવાં માટે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાય છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જે તે જિલ્લામાં જઇને લોકોની રજૂઆત સાંભળીને તેનો નિકાલ લાવવાની કાર્યવાહી હાથ ધરે છે.

        અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વૃક્ષારોપણની કામગીરી પણ આ સમયગાળામાં વેગવાન બનતી હોય છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પણ ગ્રીન ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતાં ગારીયાધાર મામલતદાર કચેરીના પ્રાંગણમાં તાલુકાના વરિષ્ડ અધિકારીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યમાં તેમની સાથે ગારિયાધાર મામલતદારશ્રી આર.એસ. લાવડિયા,તાલુકા વિકાસ અધિકારીશ્રી સતિષકુમાર અને  ફોરેસ્ટ અધિકારીશ્રી જીજ્ઞાસાબેન પણ જોડાયાં હતાં.

Follow Me:

Related Posts