fbpx
ગુજરાત

‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ અને ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે

પર્યાવરણ જતનના ઉદ્દેશ્ય સાથે અને ‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ તથા ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાતે
દેશભરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનને પરિણામે
આજે ગુજરાતને સફળતા મળી છે. સુદ્રઢ આયોજનના પરિણામે ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દેશભરમાં દ્વિતીય ક્રમે
છે. એટલું જ નહીં, સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે, જે ગુજરાત માટે ગૌરવરૂપ
બાબત છે.
આગામી તા.૫મી જૂન વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે નાગરિકોમા પર્યાવરણના જતન માટે જનજાગૃતિ
કેળવાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયવ્યાપી આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેડા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે ગુજરાત પવન ઊર્જા
દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દ્વીતીય ક્રમે છે. ગુજરાતનો ૧૬૦૦ કિ. મિ. લાંબો દરિયાકિનારો પવનશક્તિનો ઉપયોગ કરી વીજ ઉત્પાદન
કરવા માટે આશિર્વાદરૂપ સમાન છે. ગુજરાતના મોટા મેદાનો અને સાધારણ જટિલ ભૂપ્રદેશ પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા સાનુકુળ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં અત્યાર સુધીમાં પવન ઊર્જાના મોટા પ્રોજેક્ટો સ્થાપવા માટે ૫૬ સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે.
રાજ્યના આંતરીક વિસ્તારોમાં પણ, પવન ગતિની સંભાવનાનો અભ્યાસ કરતાં પવન ઉર્જા પ્રોજેક્ટના સ્થાપન માટે ખૂબ સારા પરિણામો મળ્યા
છે.
MNRE, New Delhi દ્વારા જાહેર કરેલ માપણી મુજબ ગુજરાતમાં પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે આશરે કુલ ૧૪૨.૫૬ ગી.વો.
(૧,૪૨,૫૬૦ મેવો.) ના પ્રોજેક્ટોની શક્યતાઓ છે. જે દેશમાં સૌથી વધુ છે. ગુજરાત દ્વારા વર્ષ ૧૯૯૩-૯૪ માં દેશની સૌ પ્રથમ પવન ઊર્જા
નીતિ જાહેર કરવામાં આવી હતી જેની સફળતાના પરિણામે રાજય સરકારે પાંચ પવન ઊર્જા નીતિઓ જાહેર કરી છે અને હાલ પાંચમી પવન ઊર્જા
નીતિ એટલે કે ગુજરાત વિન્ડ પાવર પોલિસી – ૨૦૧૬ અમલમાં છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં ૩૦ એપ્રિલ ૨૦૨૩ ની સ્થિતિએ
સ્થાપિત પવન ઊર્જા પ્રોજેક્ટ્સની ક્ષમતા ૯૯૧૦.૦૭ મેગાવોટ છે જે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે.
રાજ્યના દરિયા કિનારાથી સમુદ્રની અંદર (Off Shore Wind Farm) સ્થાપવાની ક્ષમતા આશરે ૩૨ થી ૩૫ ગી.વો. એટલે કે ૩૨૦૦૦ થી
૩૫૦૦૦ મેવો.છે.
સમગ્ર ભારતમાં ૩૧ માર્ચ-૨૦૨૩ ની સ્થિતિએ ૪૨૬૩૩.૧૩ મે. વો. ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જે પૈકી
૯૭૯૯.૧૬ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું યોગદાન ૨૩ ટકા સાથે બીજા સ્થાને છે.
ગુજરાત ભૌગોલિક રીતે કર્કવ્રુત ઉપર હોવાથી સૌર ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે રાજયમાં વિપુલ તકો રહેલી છે. જેને ધ્યાને
લઈને ગુજરાતે વર્ષ ૨૦૦૯-૧૦ માં દેશની સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ જાહેર કરી હતી. અને હાલ રાજયમાં ત્રીજી સૌર ઊર્જા નીતિ એટલે કે

Follow Me:

Related Posts