ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ દોષિત જાહેર કરાયો
૧૨ ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં ૬ એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આકેસમાં ૨૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં ૧૯૦ સાક્ષીમાંથી ૧૦૫ સાક્ષીની જુબાની લેવામાં આવી છે. જ્યારે ૮૫ સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. હવે સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસે ફિનેલને દોષિત જાહેર કર્યો છે.સુરતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને દોષિત જાહેર કર્યો હતો. ફેનિલને ૩૦૨ સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. હવે ફેનિલને કેટલી સજા થશે તે બાબતે બંન્ને પક્ષના વકીલો દલીલો કરશે. ગ્રીષ્માનો પરિવાર કોર્ટ પરિસરમાં હાજર રહ્યો હતો.
Recent Comments