રાષ્ટ્રીય

ગ્રૈમી એવોર્ડમાં ગુંજ્યુ ભારતનું નામ, રિકી કેઝને ત્રીજી વાર મળ્યું સન્માન

વર્ષ ૨૦૨૩ના બહુપ્રતીક્ષિત મ્યૂઝિક એવોર્ડ કાર્યક્રમ ગણાતો ગ્રૈમી એવોર્ડ્‌સમાં ફરી એક વાર ભારતનો ડંકો વાગ્યો છે. હકીકતમાં જાેઈએ તો, બેંગલુરુના રહેવાસી સંગીતકાર રિકી કેઝને પોતાનો ત્રીજાે ગ્રૈમી એવોર્ડ જીત્યો છે. રિકીને તેના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્‌સ’ માટે આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. અમેરિકામાં જન્મેલા સંગીતકારે પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ ‘દ પુલિસ’ના ડ્રમર સ્ટીવર્ડ કોપલેન્ડ સાથે પોતાનો આ એવોર્ડ શેર કર્યો છે.

આપને જણાવી દઈએ કે, સ્ટીવર્ડ કોપલેન્ડ આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. ૬૫માં ગ્રૈમી એવોર્ડ્‌સમાં બંનેને આ એવોર્ડ શ્રેષ્ઠ ઈમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે. જાણીતા મ્યૂઝિક કંપોઝર રિકી કેઝે પહેલી વાર વર્ષ ૨૦૧૫માં પોતાનો આલ્બમ ‘વિંડ્‌સ ઓફ સમસારા’ માટે આ એવોર્ડ જીત્યો હતો. ૨૦૧૫માં આ સન્માન પ્રાપ્ત કર્યા બાદ ફરી એક વાર ૨૦૨૨માં આલ્બમ ડિવાઈન ટાઈડ્‌સ માટે બેસ્ટ ન્યૂ એઝ આલ્બમની કેટેગરીમાં સ્ટીવર્ડ કોપલેન્ડ સાથે ગ્રૈમી એવોર્ડ મળ્યો હતો. કોણ છે રિકી કેઝ? તમે જાણો છો?..

જાે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે રિકી કેઝ અત્યાર સુધીના કરિયરમાં સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર સહિત કેટલીય પ્રતિષ્ઠિત જગ્યા પર પ્રસ્તુતિ આપી છે. રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, દુનિયાભરના ૩૦ દેશોમાં કુલ ૧૦૦ સંગીત પુરસ્કાર જીત્યા છે. રિકીને તેના કામ માટે યૂનાઈટેડ નેશંસ ગ્લોબલ હ્યૂમૈનિટેરિયન આર્ટિસ્ટ અને યૂથ આઈકોન ઓફ ઈંડિયા માટે નોમિનેટ કરી ચુક્યા છે. વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી તેમનો બહુચર્ચિત આલ્બમ ડિવાઈન ટાઈડ્‌સમાં નવ ગીત અને આઠ મ્યૂઝિક વીડિયો સામેલ છે.

Related Posts