fbpx
અમરેલી

 ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ કેમ્પેન થકી અમરેલી જિલ્લા સહિત રાજ્યમાં ફળઝાડ વાવેતર વિસ્તાર વધારવાની ઝુંબેશનો પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે  રાજ્યના બાગાયત નિયામકશ્રી સી. એમ. પટેલના અધ્યક્ષ સ્થાનેથી બાગાયત વિભાગ, ગાંધીનગર દ્વારા ‘ગ્રો મોર ફૃટ ક્રોપ’ કેમ્પેન શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આગામી ત્રણ માસ સુધી રાજ્યમાં ફળઝાડ વાવેતર વિસ્તાર વધારવાની કામગીરી ઝુંબેશના ધોરણે હાથ ધરવા માટે રાજ્યના તમામ જિલ્લાના તેમ જ તાલુકાના અધિકારીશ્રીઓની ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં રાજ્યના તમામ ગામોમાં ફળાઉ ઝાડનો વાવેતર વિસ્તાર વધે તે માટે ગામેગામ વિસ્તરણની કામગીરી કરવાની જિલ્લા તેમજ તાલુકા અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી તેમજ આ કામને વેગ આપવા માટે ગ્રામ પંચાયત, સરપંચશ્રીઓ તેમજ સહકારી મંડળીના હોદ્દેદારોની સમૂહ તાલીમોનું આયોજન કરવા જણાવ્યુ હતું. તેમ જ નિયામકશ્રી દ્વારા જીલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ પાસેથી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી સૂચનો લેવામાં આવ્યા. આમ, આગામી સમયમાં બાગાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ કેમ્પેન દ્વારા પર્યાવરણ જાળવણીની સાથે રાજ્યમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર ગામેગામ વધારી ‘બાગાયત વાવો સમૃદ્ધી લાવો’ ના સંકલ્પને પરીપૂર્ણ કરી એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલી  ફોન નં. ૦૨૭૯૨-૨૨૩૮૪૪ પર સંપર્ક કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts