fbpx
રાષ્ટ્રીય

ગ્લેશિયર કેવી રીતે તૂટે છે?

ગ્લેશિયર વર્ષો સુધી મોટી માત્રામાં બરફ એક જગ્યાએ જમા થવાથી બને છે. તે બે પ્રકારનાં હોય છે- અલ્પાઇન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો. પર્વતોનું ગ્લેશિયર અલ્પાઇન કેટેગરીમાં આવે છે. પર્વતો પર ગ્લેશિયર તૂટવાના કેટલાંય કારણો હોઈ શકે છે. એક તો ગુરુત્વાકર્ષણના લીધે અને બીજું ગ્લેશિયરની બાજુઓ પર વધતા તણાવના લીધે છે. ગ્લોબલ વૉર્મિંગના લીધે બરફ પીગળવાથી પણ ગ્લેશિયરનો એક હિસ્સો તૂટીવાથી અલગ થઇ શકે છે. જ્યારે ગ્લેશિયરમાંથી બરફનો કોઇ ટુકડો અલગ પડે છે ત્યારે તેને કલ્વિંગ કહેવામાં આવે છે.

ગ્લેશિયરનું પૂર કેવી રીતે આવે છે?

હિમનદી ફાટવા અથવા તૂટી જવાને કારણે પૂરના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે. આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક હોય છે. પાણી તેનો રસ્તો શોધી કાઢે છે અને જ્યારે તે ગ્લેશિયરની વચ્ચેથી પસાર થાય છે ત્યારે બરફ પીગળવાનો દર વધી જાય છે. આથી તેનો રસ્તો મોટો થતો જાય છે અને બરફ પણ ઓગળીને વહેવા લાગે છે. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર તેને આઉટબર્સ્ટ પૂર કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં આવે છે. કેટલાક ગ્લેશિયર દર વર્ષે તૂટે છે તો કેટલાક બે કે ત્રણ વર્ષના અંતરાલે. કયું ગ્લેશિયર કયારે તૂટે છે તેનો અંદાજાે લગાવવો અશકય હોય છે.

Follow Me:

Related Posts