fbpx
અમરેલી

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 9 માં વેબીનારનું આયોજન ઓડીસા સરકારનાં એફ.એ.આર.ડી વિભાગનાં ભૂતપૂર્વ સંયુક્ત નિયામક ડૉ બલરામ સાહુ માર્ગદર્શન આપશે

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 9 માં વેબીનારનું આયોજન.ઓડીસા સરકારનાં એફ.એ.આર.ડી વિભાગનાં ભૂતપૂર્વ સંયુક્ત નિયામક ડૉ બલરામ સાહુ માર્ગદર્શન આપશેવિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે.

આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે.ગોકુલમ – 9 માં ઓડીસા સરકારનાં એફ.એ.આર.ડી વિભાગનાં ભૂતપૂર્વ સંયુક્ત નિયામક ડૉ બલરામ સાહુ માર્ગદર્શન આપશે. ડૉ બલરામ સાહુ “પથે પાઠશાલા” – એ પીપલ્સ યુનિવર્સિટીનાં માર્ગદર્શક છે. તેમણે લોકપ્રિય વિજ્ઞાન અને ટેકનોલોજી પર 15 પુસ્તકો લખ્યા છે.

તેમને ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર માટે રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ ઓડિશા વિજ્ઞાન એકેડેમી એવોર્ડ-2002 એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેમણે જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, ચીન, ઇજિપ્ત, થાઇલેન્ડ, બેલ્જિયમ, ડેનમાર્ક સહિત 8 દેશોની મુલાકાત લીધી છે. તેમને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા રોમ ખાતે, 2009-10માં પ્રાણી આનુવંશિક સંસાધનો વિષય પરની કોન્ફરન્સમાં વિશેષ નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ વેબિનાર 2 સપ્ટેમ્બરે શનિવારનાં રોજ સવારે 11 કલાકે  ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં ફેસબુક પેઈજ ‘ઓફીશીયલ જી.સી.સી.આઇ’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘ગ્લોબલ કાઉ ફેડરેશન’ પર લાઈવ કરવામાં આવશે.વેબિનારનું માર્ગદર્શન રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ,પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જી.સી. સી. આઈ ના સંસ્થાપક, AIIMs નાં અધ્યક્ષ  ડૉ. વલ્લભભાઈ કથીરિયા કરશે. વેબિનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે કરશે.          વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે.

Follow Me:

Related Posts