મ્ઇૈંઝ્રજી ૨૦૨૪ સમિટમાં રશિયા વિશ્વને પોતાની તાકાત બતાવી રહ્યું છે અને પશ્ચિમી દેશો સામે એકત્રીકરણ કરવામાં વ્યસ્ત છેયુક્રેન યુદ્ધ શરૂ થયાને ત્રણ વર્ષ થઈ ગયા છે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી અમેરિકા અને પશ્ચિમી દેશો અલગ-અલગ રીતે રશિયાને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દક્ષિણ આફ્રિકામાં આયોજિત ૧૫મી બ્રિક્સ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. ત્યારબાદ તેના દક્ષિણ આફ્રિકા ન આવવાનું કારણ આંતરરાષ્ટ્રીય કોર્ટના ધરપકડ વોરંટને આપવામાં આવ્યું હતું. રશિયાના કઝાન શહેરમાં ૧૬મી બ્રિક્સ સમિટ યોજાઈ રહી છે અને અહીં વિશ્વના ૩૦થી વધુ દેશોના નેતાઓ એકઠા થયા છે. બ્રિક્સ સમિટ હેઠફ્ર, પુતિન સમગ્ર વિશ્વને, ખાસ કરીને તે પશ્ચિમી દેશોને પોતાની શક્તિ બતાવી રહ્યા છે જે રશિયાને અલગ કરવા માટે પ્રતિબંધોનો અવકાશ સતત વધારી રહ્યા છે.
પુતિન ગ્લોબલ સાઉથની મોટી શક્તિ ગણાતા ચીન, ભારત, યુએઈ અને ઈરાન સહિત ડઝનબંધ દેશોના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ શિખર સંમેલન દ્વારા પુતિન વિકાસશીલ દેશોને પશ્ચિમી વર્ચસ્વમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આમાં તેઓ ઘણી હદ સુધી સફફ્ર દેખાઈ રહ્યા છે. ેંછઈ, ઇજિપ્ત, ઇરાન અને ઇથોપિયા આ વર્ષની શરૂઆતમાં બ્રિક્સમાં જાેડાયા હતા. આ સમિટમાં ૬ થી ૮ દેશો પણ ભાગ લે તેવી શક્યતા છે. બ્રિક્સ સંમેલનનું ચિત્ર પોતાનામાં ઘણું બધું કહી જાય છે. રશિયા, જેને અમેરિકા અને પશ્ચિમી દેશોએ અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, તે બ્રિક્સ દ્વારા તેમને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રશિયા એકલું નથી. ગ્લોબલ સાઉથની બે સૌથી મોટી શક્તિઓ ભારત અને ચીન સહિત વિશ્વના ઘણા વિકાસશીલ દેશો રશિયાની સાથે છે, જ્યારે બ્રિક્સ પહેલા જ ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવામાં રશિયાની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જે એક મોટી બાબત છે. રશિયા માટે લાભ ગણી શકાય.
બ્રિક્સ સમિટ પુતિન માટે કોઈ ભેટથી ઓછી નથી. આ કોન્ફરન્સ દ્વારા તેઓ એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રશિયા પશ્ચિમી દેશોની રેખામાંથી બહાર આવી શકે છે અને તેમાં સામેલ અન્ય દેશો પણ આવું કરી શકે છે. રશિયા બ્રિક્સને ય્૭ ના રિપ્લેસમેન્ટ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે વિશ્વને વધુ ન્યાયી વ્યવસ્થા તરફ દોરી જશે. તેના ર્નિણયોમાં નાના દેશોનો પણ ભાગ હોવો જાેઈએ. આ સમયે બ્રિક્સ પરિષદનો સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટો મુદ્દો બ્રિક્સનું ચલણ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે અમેરિકી ડોલર અથવા યુરોને બદલે અન્ય ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી આર્થિક વિકાસને રાજકારણથી મુક્ત રાખવામાં મદદ મફ્રશે. વિશ્વ વેપારમાંથી ડોલરના વર્ચસ્વને દૂર કરવા માટે, રશિયાએ બ્રિક્સ દેશોમાં બ્રિક્સ ચલણ રજૂ કર્યું છે. ડોલર સામે આ એક વૈકલ્પિક વ્યવસ્થા હશે, જેના દ્વારા બ્રિક્સ દેશો વચ્ચેના વ્યવહારોને સરફ્ર અને સુરક્ષિત બનાવી શકાશે. જાે આ કોન્ફરન્સમાં તેને લોન્ચ કરવામાં આવે છે તો તે અમેરિકા માટે મોટો ફટકો અને રશિયા માટે એક સફફ્રતા હશે.
Recent Comments