ઘણા લોકોએ જેઠાલાલનું પાત્ર નિભાવવાની પાડી હતી ના, દિલીપ જોશીએ પોતાના અભિનયથી લોકોના દિલોમાં બનાવી ખાસ જગ્યા
હા, તમે સાચું જ વાંચ્યું છે, જ્યારે નસીબને બદલાવવું હોય તો તે કોઈપણ રીતે બદલાય જાય છે. આજે અમે તમને જણાવીશું કે જેઠાલાલ બનેલા દિલીપ જોશીનું ભાગ્ય કેવી રીતે બદલાઈ ગયું. વાસ્તવમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલા દિલીપ જોશી આ રોલ માટે નિર્માતાઓની પહેલી પસંદ નહોતા. હા, દિલીપ પહેલા આ રોલ ઘણા સ્ટાર્સને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ બધાએ કોઈને કોઈ કારણસર આ રોલ ઠુકરાવી દીધો, ત્યારપછી આ રોલ દિલીપ જોશી પાસે આવ્યો અને તેનું નસીબ બદલાઈ ગયું.
સમાચાર અનુસાર, જેઠાલાલના રોલ માટે સૌથી પહેલા રાજપાલ યાદવનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, અભિનેતા નાના પડદા પર કામ કરવા માંગતો ન હતો, તેથી તેણે ભૂમિકા ઠુકરાવી દીધી. આ પછી જેઠાલાલનું પાત્ર કીકુ શારદાને ઓફર કરવામાં આવ્યું હતું.
કીકુએ આ ભૂમિકાને એમ કહીને ઠુકરાવી દીધી કે તે સ્ટેન્ડઅપ કોમેડીમાં ખુશ છે. આ પછી આ રોલ અલી અસગરને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેના બીઝી શેડ્યૂલને કારણે અલીએ પણ આ રોલ કરવાની ના પાડી દીધી હતી.
વાત અહીં પુરી નથી થઈ, આટલા બધા સ્ટાર્સ દ્વારા ના પાડ્યા બાદ એહસાન કુરેશી અને ઈન્સ્પેક્ટર હપ્પુ સિંહ બનેલા યોગેશ ત્રિપાઠીને પણ આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જો કે, તેઓ કહે છે કે જે નસીબમાં હોય છે, તે જ દિલીપ જોશી સાથે બન્યું હતું. તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ઑફર પહેલા દિલીપ આખા સમય સુધી બેરોજગાર હતો અને તેણે ફિલ્મી દુનિયા છોડવાનું મન બનાવી લીધું હતું, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે.
Recent Comments