બોલિવૂડ

ઘણા સમય બાદ શાહરૂખ કરશે બેક ટુ બેક શૂટિંગ, જાણો કયા છે તેના પ્રોજેક્ટ

બોલિવુડ કિંગ ખાન તરીકેની નામના મેળવી ચૂકેલ શાહરુખ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ કરતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી શાહરુખની કોઈ મોટી સફળ ફિલ્મો આવી નથી. શાહરૂખ ખાને અગાઉ કરેલી ફિલ્મમાં કોઈ એવી ફિલ્મ નથી કે જે મોટી છાપ છોડી ગઈ હોય અને દર્શકોને ફિલ્મ યાદ હોય કે જેની સતત વાહ વાહી થઈ રહી હોય   

 શાહરૂખની ફિલ્મ આવતા બોક્સ ઓફિસ પર ચાલે પણ છે અને સારો એવો વકરો પણ કરે છે પરંતુ ફિલ્મમાં જે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જે ઇમ્પેક્ટ છોડવાની વાત છે તે પ્રકારની ફિલ્મ શાહરૂખ ખાનની નથી આવી. જેથી દર્શકોમાં પણ અને તેના ફેન્સમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જેથી શાહરુખ ખાન આગામી સમયમાં એક પછી એક એમ ત્રણ ફિલ્મ લઈને આવી રહ્યો છે.      

શાહરૂખ ખાનની બિગ બજેટ ફિલ્મ પઠાણનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન આગામી બે મહિનાની અંદર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દેશે. ત્યારબાદ રાજકુમાર હિરાની સાથે અન્ય એક ફિલ્મ તેને સાઈન કરી છે. જે ફિલ્મનું શૂટિંગ પણ તે જલ્દી શરુ કરી શકે છે. આ ઉપરાંત તેની એક અન્ય ફિલ્મ આવી રહી છે એમ શાહરુખ ખાન ત્રણ ફિલ્મો એક સાથે આ વર્ષે કરે તે પ્રકારની શકયતા છે.      

શાહરુખ ખાન હોય અને જો સારી ફિલ્મની સ્ટોરી હોય તો ચાર ચાંદ લાગી શકે છે આગામી સમયમાં શાહરૂખની આ ત્રણેય ફિલ્મને લઈને તેના ફેન્સને ઘણી મોટી અપેક્ષા છે.

Related Posts