શું તમે પણ કોઈને કહ્યું છે કે ‘તમે કાયમ માટે જીવશો નહીં’. તમે આ વાત ગુસ્સામાં કે મજાકમાં કહી હશે પરંતુ આ લાઇન હવે સાચી બની શકે છે. માનવતા અમરત્વ પ્રાપ્ત કરવા માટે એક પગલું આગળ વધી છે. ગૂગલના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે એક એવી આગાહી કરી છે જે સાચી સાબિત થાય તો માનવ સભ્યતાને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે. રે કુર્ઝવીલે જેમની ૧૪૭ આગાહીઓ ૮૫ ટકા કરતાં વધુ સાચી પડી છે, તેમણે કહ્યું છે કે માનવી ૨૦૨૯ સુધીમાં અમર થઈ જશે. ચેનલ એડૈગિયો દ્વારા પોસ્ટ કરાયેલા ૭૫ વર્ષીય કોમ્પ્યુટર સાયન્ટિસ્ટના યુટ્યુબ વિડિયોમાં આ વાત સામે આવી છે.
કુર્ઝવીલે તેમના ૨૦૦૫ના પુસ્તક ‘ધ સિન્ગ્યુલૈરિટી ઈઝ નીયર’માં પણ મનુષ્ય દ્વારા અમરત્વનો દાવો કર્યો હતો. કુર્ઝવીલે કહ્યું, ‘૨૦૨૯ એ સંબંધિત તારીખ છે જેની હું આગાહી કરું છું કે ક્યારે છૈં માન્ય ટ્યુરિંગ ટેસ્ટ પાસ કરશે અને માનવ-સ્તરની બુદ્ધિ પ્રાપ્ત કરશે.’ ન્યૂ યોર્ક પોસ્ટે કુર્ઝવીલને ટાંકીને જણાવ્યું હતું કે, “મેં ‘સિંગ્યુલારિટી’ માટે ૨૦૪૫ની તારીખ નક્કી કરી છે, જ્યારે આપણે બનાવેલી બુદ્ધિમત્તા સાથે મર્જ કરીને પ્રભાવી ઈન્ટેલિજન્સમાં અબજ ગણો વધારીશું.” તાજેતરના ઇન્ટરવ્યુમાં, કુર્ઝવીલે જણાવ્યું હતું કે તેઓ માને છે કે નેનોટેકનોલોજી અને રોબોટિક્સ ‘નેનોબોટ્સ’ તરફ દોરી જશે જે ક્ષતિગ્રસ્ત કોષો અને પેશીઓને સાજા કરી શકે છે, જે મનુષ્યને જીવલેણ રોગો સામે પ્રતિરક્ષા આપશે.
૧૯૯૦માં કુર્ઝવીલે આગાહી કરી હતી કે ૨૦૦૦ સુધીમાં વિશ્વના શ્રેષ્ઠ ચેસ ખેલાડી કોમ્પ્યુટર દ્વારા હરાવવામાં આવશે. આ આગાહી ૧૯૯૭માં સાચી પડી જ્યારે ક્રોએશિયાના ગેરી કાસ્પારોવ કોમ્પ્યુટર ડીપ બ્લુ સામે હારી ગયા. કુર્ઝવીલે એ પણ આગાહી કરી હતી કે ૨૦૧૦ સુધીમાં વિશ્વના મોટાભાગના ભાગોમાં ઉચ્ચ-બેન્ડવિડ્થ વાયરલેસ ઇન્ટરનેટની ઍક્સેસ હશે. ૧૯૯૯માં, તેમણે કહ્યું કે ઇં૧૦૦૦ના લેપટોપમાં માનવ મગજ કરતાં વધુ સંગ્રહ ક્ષમતા હશે.
Recent Comments