ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેના યોજનાકીય વિવિઘ ઘટકો અને નવીનતમ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કર્મચારીશ્રીઓની તાલીમ યોજાઈ હતી. ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય, સુચારુ અને કાયમી નિકાલ કરવા માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન અમદાવાદ દ્વારા તાલુકા કક્ષાના બ્લોક કો-ઓર્ડીનેટર, કલસ્ટર કો-ઓર્ડિનેટર અને સિવિલ એન્જીનિયરશ્રીઓ માટે તાજેતરમાં બે દિવસીય નિવાસી તાલીમ સંપન્ન થઇ હતી.
આ તાલીમમાં ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને વ્યકિતગત અને સામૂહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને અને વ્યવહારુ જીવનમાં કાયમી ઘોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સ્વૈચ્છિક રીતે કટિબદ્ધ બની ગામને સાચા અર્થમાં મોડેલ ગામ બનાવવામાં સહયોગ આપે તે માટે યોજનાકીય વિવિઘ ઘટકો અને પ્રચાર-પ્રસારની નવીનતમ પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં એસ.આઈ.આર.ડી. માસ્ટર ટ્રેનર શ્રી હાજાભાઈ કાળોતરા અને શ્રી મીનાક્ષીબેન મહેતા દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. એન.આઈ.આર.ડી.ના સ્ટેટ કન્સલ્ટન્ટ શ્રી હરેશકુમાર ખડોદરા દ્વારા તાલીમ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીના માર્ગદર્શન તળે જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી શ્રી પી.આર.વાઢેર તેમજ એસબીએમ-જીની સમગ્ર ટીમ દ્વારા તાલીમનું સંચાલન હાથ ધરી તાલીમ સફળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમ અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments