fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઘરકામ કરવા જવાનું કહી જ્યાં કામ કરવા ગઈ તે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

માતા સાથે આકાશવાણી ચોક પાસે શાંતી હાઈટ્‌સમાં આઠમાં માળે રહેતા અને રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મિતભાઈ કે જેની સાથે અન્ય બે લોકો પણ રહે છે તેના ફલેટમાં ઘરકામ કરવા જવા રવાના થઈ હતી. પરંતુ તેણે માતા આવે તે પહેલા ફલેટે પહોંચી રૂમમાં જઈ દરવાજાે અંદરથી બંધ કરી પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરફ ફલેટમાં મિતભાઈ અને અન્ય એક પરિચીત હાજર હોય તેણે રૂમનો દરવાજાે બંધ જાેતા ખટખટાવ્યો હતો. પરંતુ નહી ખોલતા અંતે દરવાજાે તોડીને જાેતા કિરણ લટકતી હાલતમાં જાેવા મળી હતી. જાણ થતા પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. જાે કે આપઘાત પાછળનાં કારણ અંગે પરિવારનો અજાણ હોય પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ જારી રાખી છે. પોલીસે જણાવ્યું કે, આ ફલેટ મિતભાઈના સંબંધીનો છે જયાં તે ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ રહે છે. જયારે મૃતક અને તેની માતા આ ફલેટમાં ઘરકામ કરતી હતી. મૃતકનું પી.એમ. કરાવાતા મોત ગળેફાંસો ખાતા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છેરાજકોટ યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકથી આગળ શાંતીનગર મફતીયા પરામાં રહેતી કિરણ બીપીનભાઈ ઘાપા નામની ૧૭ વર્ષની કિશોરીએ આકાશવાણી ચોક પાસે શાંતી હાઈટ્‌સમાં આઠમાં માળે ફલેટ કે જયાં તે ઘરકામ કરતી હતી ત્યાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુનિવર્સિટી પોલીસનાં જમાદાર સાજીદભાઈ ખેરાણીની તપાસમાં ખુલ્યા મુજબ, એક ભાઈની એકલૌતી બહેન કિરણના પિતા કડિયા કામ કરે છે. ભાઈ રિક્ષા ચલાવી પરિવારને મદદરૂપ થાય છે. જયારે તે માતા સાથે ઘરકામ કરતી હતી.

Follow Me:

Related Posts