સૌરાષ્ટ - કચ્છ

ઘરકામ માટે યુવતી આવતી તેના પર પુત્રો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું

રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા મુળ ભાવનગરના પરિવારની ૧૬ વર્ષીય સગીરાએ ગઇકાલે અચાનક પેટમાં દુખાવો થતા પરિવાર તેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયો હતો. જાે કે તબીબોને આશંકા જતા તેમણે ચેકિંગ કર્યું તો તરૂણી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ જાણ પરિવારને કરાતા પરિવાર પણ થોડાશહેરના મોરબી રોડ પર રહેતી એક ૧૬ વર્ષની સગીરાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. જેની પ્રાથમિક તપાસમાં સંબંધીના જ બે પુત્રો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાને પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઇને ગયો હતો. હોસ્પિટલના ડોક્ટરે ૯ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું અને આ દુખાવો પ્રસુતીનો હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારના પગ નીચેથી તો જમીન સરકી ગઇ હતી. જાે કે ડોક્ટરોએ તત્કાલ બાળકનો જન્મ કરાવ્યો હતો.

Related Posts