ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ 5 વસ્તુ, ચમકી જશે તમારી કિસ્મત…
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય જેમાં તે પોતાના પરિવાર સાથે ખુશી અને પ્રેમથી રહી શકે. અલબત્ત તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા હશો, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને જો ઘરના મુખ્ય દ્વાર પર મુકવામાં આવે તો તે તમારું ભાગ્ય ચમકાવી શકે છે. આ ઉપરાંત તે તમારા પરિવારમાં ખુશી લાવી શકે છે. આજે અમે તમને એવી 5 વસ્તુઓના નામ જણાવીશું, જેને તમે ઘરના મુખ્ય દરવાજા પર લગાવીને તમારું નસીબ ચમકાવી શકો છો.
* ભગવાન ગણેશને શુભનું પ્રતિક માનવામાં આવે છે. તમે તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર ભગવાન ગણેશની તસવીર અથવા મૂર્તિ લગાવી શકો છો. ફક્ત એક વાત ધ્યાનમાં રાખો કે તેમને ઘરની અંદરની તરફ લગાવો. બહાર મુકવાથી ધનહાનિ થાય છે.
* મંગલ કલશને સમૃદ્ધિ, શુક્ર અને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. મુખ્ય દરવાજા પર પાણીથી ભરેલો પહોળો મુખનો કલશ રાખો, જેમાં થોડાં ફૂલ પણ મૂકો. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.
* મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ મૂકવી શુભ હોય છે. ઘોડાની નાળનો સીધો સંબંધ શનિ સાથે છે. ધ્યાનમાં રાખો કે ઘોડાના પગમાં જે ઘોડાની નાળનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને જ લગાવવી. ઘોળાની નવી નાળ ન લગાવી. શુક્રવારે રાત્રે ઘોડાની નાળને સરસવના તેલમાં બોળી રાખો અને શનિવારે તેને U આકારમાં લગાવો. તેનાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે.
* ઘરમાં સ્વસ્તિક મૂકવું કે બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ સ્થાનની ઉર્જા સ્વસ્તિકની મદદથી સંતુલિત થાય છે. ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ લાલ રંગનું સ્વસ્તિક અને બંનેની વચ્ચે વાદળી રંગનું સ્વસ્તિક મૂકો. તે ખાસ કરીને અસરકારક માનવામાં આવે છે.
* આંબાના પાનને સૌથી શુભ માનવામાં આવે છે. આંબાના પાંદડામાં ખુશીને આકર્ષવાની ક્ષમતા હોય છે. આ સાથે તેની ખાસ પ્રકારની સુગંધ મનની ચિંતાને દૂર કરે છે.
Recent Comments