ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઑ.જી. ટીમ
અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા રેન્જનાં જિલ્લાઓમાં નાસતા – ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચનાં આપેલ હોય , જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીના દ્વારા રાજ્ય / જિલ્લાના નાસતા – ફરતા આરોપીઓ તથા જેલમાંથી પે – રોલ ફર્લો તથા વચગાળાનાં જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચનાં આપેલ હોય , જે અન્વયે શ્રી એસ.એમ.સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સ્પેક્ટ , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને “ જુનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા નંબર -૧૧૧૦૩૦૦૭૨૦૦૦૫૩ / ૨૦૨૦૨૦ , આઇ.પી.સી. કલમ- ૪૫૭ , ૩૮૦ , ૧૧૪ મુજબના ગુન્હાના કામેનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો – ફરતો હતો . મજકુર ઈસમને અમરેલી , જિલ્લાનાં ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામ – ગરમલી , ગભરૂભાઇ માંજરીયાની વાડીએથી ચોક્કસ અને આધારભુત ખાનગી બાતમીરાહે થી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા , ઉં.વ .૪૫ , ધંધો – ખેતીકામ , રહે.મુળ – ચુડા , મોટી પાટી , તા.ભેંસાણ , જિ.જુનાગઢ , હાલ રહે.ગરમલી , ગભરૂભાઇ માંજરીયાની વાડીએ , તા.ધારી , જિ.અમરેલી .
ગુનાની વિગત : મજકુર પકડાયેલ ઈસમ અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા તથા અબુ ઉર્ફે વૈભવ અશોકભાઇ બાવળીયા નામની વ્યકતિ સાથે મળી ચુડા ગામમાં રહીશ આ કામનાં ફરિયાદીશ્રી રજનીભાઇ વશરામભાઇ ગજેરાની ખોડીયાર આઈસ્ક્રીમ નામની દુકાનમાંથી તા .૦૫ / ૦૩ / ૨૦૨૦ નાં રોજ રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી . મજકુર ઈસમને હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે .
આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ. સોની , પોલીસ ઈન્સ્પેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા પી.બી.લક્કડ પો.સ.ઈ. એસ.ઓ.જી , તથા એસ.ઓ.જી. ટીમને જુનાગઢ જિલ્લાનાં છેલ્લા બે વર્ષથી ધરોડ ચોરીનાં ગુનાના નાસતા – ફરતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
Recent Comments