હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું ખુબ જ મહત્વ રહેલું છે. આ સાથે જ હિન્દુ ધર્મમાં દરેક ભગવાનને અલગ-અલગ દિવસ સમર્પિત કરવામાં આવે છે. એવામાં સૌથી પહેલું પૂજન વિધ્નહર્તા ગણેશજીને બુધવારનો દિવસ સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી બાપાની પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ, ખુશાલી તેમજ બુદ્ધિનો વિકાસ થાય છે. વાસ્તુ અનુસાર ભગવાન ગણેશજીની ક્રિસ્ટલ મૂર્તિ ઘરમાં રાખવાથી શુભ ફળ મળે છે. પરંતુ આ પહેલા તમારે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.
ઘરમાં રાખો ક્રિસ્ટલ ગણેશજીની મૂર્તિ
ઘરમાં પ્રથમ પૂજન માટે ગણેશજીની ક્રિસ્ટલ મૂર્તિ રાખો છો તો એને ખુબ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આનાથી ઘરમાં વાસ્તુદોષ દૂર રહે છે. આ સાથે જ ઘરમાંથી નકારાત્મક ઊર્જા સકારાત્મકમાં બદલાઇ જાય છે.
આ દિશામાં લગાવો ભગવાન ગણેશજીની ક્રિસ્ટલ મૂર્તિ
ભગવાન ગણેશજીની ક્રિસ્ટલ મૂર્તિ ઘરના ઉત્તર-પૂર્વ ખુણામાં સ્થાપિત કરવાથી અનેક લાભ થાય છે. માનવામાં આવે છે કે, આ દિશામાં ગણેજીની મૂર્તિ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને સાથે અનેક કામમાં સફળતા મળે છે. આ સાથે જ પરિવારના સભ્યોને નોકરી ધંધામાં કોઇ વિધ્નો આવતા નથી. આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે.
આ દિશામાં ના રાખો મૂર્તિ
પ્રથમ પૂજન ગણેશજીની મૂર્તિ દક્ષિણ દિશામાં ક્યારે ના મુકવી જોઇએ. વાસ્તુ અનુસાર અહિંયા મૂર્તિ મુકવી એ અશુભ ગણવામાં આવે છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખો
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં પૂજાસ્થાનની સાફ સફાઇનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પૂજા સ્થાન પર ગંદકી હોય તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ ઘરના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે રોજ સવારે જ્યારે ભગવાનની પૂજા કરો ત્યારે ત્યાંથી કચરો અને પોતુ કર્યા પછી જ પૂજા કરવા બેસવું જોઇએ
Recent Comments