ઘરમાં રહીને જ કરો સૂર્ય નમસ્કાર, ફાયદા જાણીને આજથી જ ચાલુ કરી દેશો..
દરેક વ્યક્તિ માટે યોગ્ય અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ કસરત પણ નિયમિતપણે કરવી જોઈએ. જો તમે બીજુ કંઈ ન કરી શકો તો કંઈ નહીં પણ તમે ઘરે જ સૂર્ય નમસ્કાર કરી શકો છો. જેનાથી તમને ફાયદા પણ ઘણા થશે…
સૂર્ય નમસ્કાર એ આપણા ઋષિઓ દ્વારા સૂચવવામાં આવેલ 12 આસનોનો સમૂહ છે. શરીર, શ્વાસ અને મનને એકસાથે લાવવું એ એક પગલું છે જે તમને ધ્યાનના ઊંડાણમાં જવા માટે મદદ કરે છે. આ આસન કરતી વખતે સૂર્યના કિરણો સીધા તમારા શરીર પર પડે છે. વિટામિન ડી મેળવવાની સાથે તમે ઘણી બીમારીઓથી પણ બચી શકો છો.
આટલું જ નહીં, જો તમે દરરોજ 5 થી 10 મિનિટ નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરો છો, તો તમારે અન્ય કોઈ આસનની જરૂર નથી. કારણ કે આ એક માત્ર આસન છે જે શરીરની દરેક જરૂરિયાત પૂરી કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે
સૂર્ય તરફ મુખ રાખીને સૂર્યને નમસ્કાર કરો, જેનાથી તમને સૂર્યથી ઊર્જા મળે છે. બાળકોએ સૂર્ય નમસ્કાર પણ નિયમિત કરવા જોઈએ. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
હાડકાંને મજબૂત કરે છે
સૂર્ય નમસ્કારથી હાડકાં મજબૂત થાય છે. તે કરોડરજ્જુને મજબૂત બનાવે છે. સ્ટ્રેચિંગથી માંસપેશીઓ પણ સ્વસ્થ રહે છે.
વજન ઘટાડવું
સૂર્ય નમસ્કાર તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. અને જો તે નિયમિત કરવામાં આવે તો પેટની ચરબી ઓછી થાય છે.
તણાવ ઘટાડે છે
સૂર્ય નમસ્કાર કરવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે. તે એકાગ્રતા શક્તિ વધારે છે, તણાવ ઘટાડે છે.
Recent Comments