વાસ્તુ અનુસાર ઘરમાં થતી અનેક નાની-નાની ભુલો તમારા જીવનમાં ખરાબ અસર પાડતી હોય છે. આ વાતોનું તમે ધ્યાન રાખો છો તો તમને જીવનમાં પડતી અનેક તકલીફો દૂર થાય છે અને સાથે-સાથે દરેક કામમાં તમને સફળતા પણ મળે છે. આમ, જો તમે સુખ-સમુદ્ધિ માટે અને પૈસાની તકલીફેને દૂર કરવા માટે ઘરમાં આ વસ્તુઓ રાખો છો તો તમારી બધી ઇચ્છાઓ પૂરી થઇ જાય છે અને સાથે તમને અનેક કામમાં સફળતા પણ મળે છે.
માછલી અને કાચબો
ઘરમાં તાંબાની તેમજ ચાંદીની માછલી રાખવામાંથી ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે. આ સાથે જ ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવિટી આવે છે.
મોરની પાંખ
વાસ્તુ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય મોરના પીંછા ઘરમાં રાખવાથી ઘરની નકારાત્મક ઊર્જા બહાર જાય છે અને સાથે ઘરમાં પોઝિટિવિટી પણ આવે છે. આ સાથે જ તમને ઘરમાં પડતી પૈસાની તકલીફ પણ દૂર થાય છે.
ગણેશજીની તસવીર
ઘરની ઉત્તર તેમજ પૂર્વ દિશામાં નૃત્ય કરતી ગણેશજીની તસવીર લગાવવાથી ઘરમાં તમામ વાસ્તુદોષ દૂર થાય છે. આમ, જો તમે મેઇન ગેટ પર આ તસવીર લગાવો છો તો તમારા ઘરની અંદર નેગેટિવિટી આવતી નથી અને પોઝિટિવિટીના દ્રાર ખુલી જાય છે. આ તસવીર તમારી અનેક તકલીફોને પણ દૂર કરે છે.
ઘરમાં પોપટની તસવીર લગાવો
ઘરમાં પોપટની તસવીર લગાવવાથી ઘરમાં પડતી પૈસાની તકલીફ દૂર થાય છે. માનવામાં આવે છે કે તમારા બાળક જે રૂમમાં ભણે છે એ રૂમમાં પોપટની તસવીર લગાવવાથી બાળક ભણવામાં હોંશિયાર થાય છે અને સાથે બાળકને અનેક કામમાં સફળતા પણ મળે છે. વાસ્તુ અનુસાર આ બધી વસ્તુઓ તમારા ઘરમાં રાખવાથી તમારા અટકેલા કામ પણ પૂરા થવા લાગે છે.
Recent Comments