સીએમ કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મચારી કુડાસણ મુકામે પરિવાર સાથે રહે છે. ગત તા. છઠ્ઠી જૂલાઈના રોજ ઘરે તેમની પત્ની અને ૧૭ વર્ષની સગીર દીકરી હાજર હતા. દીકરી શોપિંગથી દૂધ લઈને આવું છું કહીને ઘરેથી નીકળી હતી. જે અડધો કલાક સુધી પરત નહીં આવતાં પરિવારજનોએ ગાંધીનગરમાં શોધખોળ આદરી હતી, પરંતુ સગીરાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. સગીરા અમારા ઘરે અમદાવાદ વાસણા ભવાનીનગર છે. તમે આવીને એને લઈ જાઓ. આથી તેને લેવા માટે પરિવારજનો ગયા હતા. જ્યાં પરિવારજનો સાથે સામા વાળાએ હાથ ચાલાકી કરતા તેમને અમદાવાદ વી.એસ હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. જ્યારે સગીર દીકરી પણ ત્યાંથી મળી આવી ન હતી. આ અંગે સગીરાની માતાએ વાસણા ભવાની નગરમાં રહેતા શખ્સ સામે શંકા વ્યક્ત કરી ફરિયાદ આપતાં ઈન્ફોસિટી પોલીસે સગીરાના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના કુડાસણથી ત્રણેક દિવસ અગાઉ દૂધ લેવાનું કહીને ઘરેથી નીકળેલી સરકારના ઉચ્ચ વિભાગના કર્મચારીની સગીર વયની દીકરી પરત નહીં આવતાં માતાએ અમદાવાદના યુવક સામે શંકા વ્યક્ત કરીને અપહરણનો ગુનો ઈન્ફોસિટી પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે.
ઘરેથી દુધ લેવા નીકળેલી સગીર દીકરી ઘરે પરત ફરી નથી, ગાંધીનગરની સગીરવયની દીકરી ૩ દિવસથી ગુમ છે કોઈ પત્તો નથી

Recent Comments