fbpx
અમરેલી

ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા લાઠી ખાતે કાયદાકીય સેમિનાર યોજાયો

અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા વ્યાવસાયિક તાલીમ લેતી મહિલાઓને માહિતગાર કરવા લાઠીમાં એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.જનકસિહ ગોહિલ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી શૈલેષ કણઝારિયાના માર્ગદર્શન હેઠળ ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સુનિતાબેન પરમારના અધ્યક્ષસ્થાને આ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી શૈલેષ કણઝારિયાએ ઘરેલુ હિંસા અધિનિયમની કાયદાકીય માહિતી આપી હતી. એડવોકેટશ્રી જલ્પાબેન ઘાટલિયા દ્વારા ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી, વિવિધ કોર્ટના જુદાં-જુદાં ચૂકાદાઓ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલાઓને વિનામૂલ્યે આપવામાં આવતી કાનૂની સહાય, સલાહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા કલ્યાણ અધિકારીશ્રી નીતાબેન ચૌહાણે, વ્હાલી દીકરી યોજના, મહિલા શક્તિ કેન્દ્ર, ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર જેવી મહિલા કેન્દ્રિત વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.

આ સેમિનારમાં સ્થાનિક સ્વરાજયના સભ્યશ્રીઓ, મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, પી.બી.એસ.સી.સેન્ટર-અમરેલીના કર્મચારીઓ અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts