રાષ્ટ્રીય

ઘરે જ બનાવો એગલેસ આમલેટ રેકડીવાળા જેવુ જ, બાળકો આંગળા ચાટતા રહી  જશે…

ઘરે જ બનાવો એગલેસ આમલેટ રેકડીવાળા જેવુ જ, બાળકો આંગળા ચાટતા રહી  જશે…

5 મિનિટમાં તૈયાર થતી આ વાનગીને વેજિટેરિયન ઓમેલેટ પણ કહેવામાં આવે છે. હવે જે લોકો ઇંડા નથી ખાતા તે લોકો પણ એમ કહી શકે છે કે તેઓ ઓમેલેટ ખાય છે.  ચાલો જણાવીએ એગલેસ આમલેટ બનાવવાની રીત..

સામગ્રી

બેસન – 1 કપ
સ્વાદ અનુસાર મીઠું
કાળા મરી – સ્વાદ માટે
હળદર પાવડર – ½ ચમચી
ડુંગળી – 1 બારીક સમારેલી
લીલું મરચું – 1 બારીક સમારેલું
ટામેટાં – 1/2 સમારેલું
તેલ

બનાવવાની રીત
એગલેસ ઓમેલેટ બનાવવા માટે પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, હળદર પાવડર, ડુંગળી, લીલા મરચા, ટામેટા, ધાણા, મીઠું, તેલ, મરી પાવડર અને પાણી નાખીને પાતળું ખીરું તૈયાર કરો. હવે તેમાં વસ્તુ બરાબર મિક્ષ કરી લો. આ પછી, એક કડાઈમાં તેલ ગરમ કરો અને ત્યાર બાદ આ ખીરાને તવી પર નાખો અને તેને  ફેલાવો. આ પછી, ઓમેલેટની ટોચ અને કિનારી પર થોડું તેલ રેડવું અને તેને બીજી તરફ ફેરવી લેવું. સોનેરી થાય ત્યાં સુધી તેને બીજી બાજુથી શેકવુ. એગલેસ ઓમેલેટ તૈયાર છે. તેને ગરમ ચા સાથે સર્વ કરો.

Related Posts