fbpx
રાષ્ટ્રીય

ઘરે જ બનાવો રેસ્ટોરન્ટની જેમ વર્જિન મોજિતો, ભોજન સાથે સર્વ કરો આ ડ્રિંક

ઉનાળામાં ઠંડક મેળવવા માટે ઘણા પ્રકારના ડ્રિંક્સ હોય છે, જેને લોકો ખૂબ જ શોકથી પીવે છે. આવું જ એક ડ્રિંક છે વર્જિન મોજીટો. ઘણા લોકો જ્યારે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાય ત્યારે તેમના ડ્રિંકમાં વર્જિન મોજીટો પીવાનું પસંદ કરે છે. આ એક એવું સોફ્ટ ડ્રિંક છે, જે લોકોને ખૂબ ગમે છે. જો તમે ઇચ્છો તો, તમે ઘરે પણ સરળતાથી વર્જિન મોજીટો બનાવી અને પી શકો છો. જો તમારા ઘરે મહેમાનો આવી રહ્યા છે અને તમે તેમને મજેદાર ડ્રિંક સર્વ કરવા માંગો છો, તો તમે ઇન્સ્ટન્ટ વર્જિન મોજીટો બનાવી શકો છો. વર્જિન મોજીટો બનાવવા માટે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે અને તેને કેવી રીતે તૈયાર કરવી તે જાણીએ.

વર્જિન મોજિતો બનાવવા માટે સામગ્રી

  • 3 કપ પાણી
  • દોઢ કપ ખાંડ
  • ફુદીનો 2 કપ બારીક સમારેલો
  • લીંબુ શરબત 2 કપ
  • 2 કપ લાઇમ જ્યૂસ
  • ક્લબ સોડા 8 કપ
  • ગાર્નિશ માટે લીંબુના ટુકડા

વર્જિન મોજિતો બનાવવા માટે

  1. સૌ પ્રથમ 2 કપ પાણીમાં ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. જો તમે ઇચ્છો તો, પાણીને થોડું ગરમ ​​કરો, તેનાથી ખાંડ મિક્સ કરવામાં સરળતા રહેશે.
  2. જ્યારે ખાંડ પાણીમાં ઓગળી જાય ત્યારે તેમાં સમારેલા ફુદીનાના પાન નાખો.
  3. હવે ફુદીનાના પાનને ગાળી લો અને બાકીના રસને અલગ રાખો.
  4. હવે 1 ગ્લાસમાં 1 કપ પાણી, લીંબુ શરબત અને લાઇમ જ્યૂસ સારી રીતે મિક્સ કરો.
  5. હવે તેને ફુદીનાવાળા પાણીમાં મિક્ષ કરો
  6. હવે આ મિશ્રણમાં સોડા મિક્ષ કરો અને ઉપરથી આઇસ ક્યૂબ નાખો
  7. વર્જિન મોજિતો ડ્રિંક તૈયાર
  8. તમે તેને લીંબુની એક સ્લાઇસથી ગાર્નિસ કરી કાંચના ગ્લાસમાં સર્વ કરો
Follow Me:

Related Posts