રાષ્ટ્રીય

ઘરે પૌંઆ સ્વાદિષ્ટ નથી બનતા? તો જલદી-જલદી નોંધી લો આ રેસિપી

પૌંઆ એક એવી વાનગી છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે. બહારથી કંટાળીને જ્યારે ઘરે આવો ત્યારે તમે ફટાફટ પૌંઆ બનાવી શકો છો. જો કે અનેક લોકોની ફરિયાદ હોય છે કે પૌંઆ ટેસ્ટમાં ટેસ્ટી બનતા નથી. આમ, જો તમારી પણ આ ફરિયાદ છે તો તમે આ રેસિપી નોંધી લો ફટાફટ..

સામગ્રી

300 ગ્રામ પૌંઆ

બટાકા

ખાંડ

કોપરાની છીણ

કાજુ

દ્રાક્ષ

લીલા મરચા

આદું

કોથમીર

લીંબુ

મીઠું

રાઇ

તેલ

બનાવવાની રીત

  • પૌંઆ બનાવવા માટે સૌ પ્રથમ પૌંઆને સાફ કરી લો. હવે પૌંઆને પલાળી દો અને પૌંઆને કોરા કરી લો.
  •  
  • ત્યારબાદ બટાકા બાફીને છાલ કાઢીને નાના-નાના કટકા કરી લો.
  • હવે તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ અને હિંગનો વધાર કરી લો.
  • હવે એમાં પૌંઆ નાંખો અને બધો મસાલો કરો.
  • પૌંઆના મસાલા ખાસ કરીને ખાંડ અને લીંબુ માપીને નાંખવા જેથી કરીને ટેસ્ટ સારો આવે.
  • આ બધુ નાંખ્યા પછી હવે કાજુના ટુકડા, દ્રાક્ષ નાંખો અને પૌંઆને બરાબર હલાવી લો.
  • ત્યારબાદ એમાં કોપરાનું છીણ અને કોથમીર નાંખો જેથી કરીને ટેસ્ટ સારો આવે.
  • તો તૈયાર છે તમારા ટેસ્ટી-ટેસ્ટી પૌંઆ.
  • આ પૌંઆની ઉપર તમે ઝીણી સેવ અને બીટનું છીણ પણ નાંખી શકો છો.
  • બીટ તમારી હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે જ્યારે તમે નાના બાળકને પૌંઆ આપો ત્યારે ખાસ કરીને એમાં બીટ છીણીને નાંખો જેથી કરીને એના શરીરમાં લોહી બને અને સાથે હેલ્ધી પણ બને.
  • આ ગરમાગરમ પૌંઆ તમે સવાર-સવારમાં બનાવો છો તો તમને નાસ્તામાં ખાવાની બહુ મજા આવે છે.
  • જ્યારા તમારા ઘરે મહેમાન આવે ત્યારે તમે આ રીતે પૌંઆ બનાવો છો તો મહેમાન પૌંઆ ખાતા રહી જશે અને તમારા વખાણ કરવા લાગશે. તમે પૌંઆ પર દાડમ નાંખીને પણ ખાઇ શકો છો.
Follow Me:

Related Posts