ઘરે બનાવો આ કફ સિરપ, અને તરત જ શરદી-ખાંસીમાંથી મેળવો છૂટકારો
વાતાવરણમાં ફેરફારને કારણે અનેક લોકોને આજકાલ શરદી-કફ થઇ જાય છે. શરદી થવાને કારણે માથું દુખવું, થાક લાગવો જેવા અનેક ફેરફારો શરીરમાં થતા હોય છે. આમ, જ્યારે નાના બાળકોને શરદી થાય ત્યારે એને અનેક ઘણી તકલીફો પડતી હોય છે.
નાના બાળકોને આ સમયે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. જો તમે શરદીને ઘરે રહીને જ દૂર કરવા ઇચ્છતા હોવ તો આ કફ સિરપ તમે ઘરે બનાવો અને લેવાનું શરૂ કરી દો. આ સિરપ તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકશો અને તમને રાહત પણ થઇ જશે.
મધમાંથી બનાવો સિરપ
મધની સિરપ બનાવવા માટે બે ચમચી મધ લો અને એમાં બે ચમચી પાણી મિક્સ કરી લો. હવે એમાં એક ચપટી સૂંઠનો પાઉડર અને માર્શ મેલો, તજ, અને લીંબુના રસના બે-બે ટીપાં મિક્સ કરી લો. તો તૈયાર છે મધની સિરપ. હવે આ સિરપને તમે સવાર-સાંજ એક મોટી ચમચી પીવો. જો તમે અઠવાડિયા સુધી આ સિરપ પીશો તો તમને કફ અને શરદીમાંથી રાહત થઇ જશે.
લવિંગ અને મધ
લવિંગ અને મઘ ગળાની ખારાશ દૂર કરવાનું કામ કરે છે. લવિંગ અને મધની સિરપ બનાવવા માટે પાંચથી છ લવિંગને એક કપ મધમાં પલાળીને આખી રાત ફ્રિઝમાં મુકી રાખો. સવારે આ સિરપને એક કલાક પહેલા બહાર કાઢી લો અને પછી બે ચમચી પી લો. તમારે આ સિરપ સતત 15 દિવસ સુધી પીવાની રહેશે. જો તમે આ સિરપ સતત પીશો તો કફ અને શરદી જડમૂળમાંથી દૂર થઇ જશે અને સાથે ગળુ પણ ચોખ્ખુ થઇ જશે. શરદીને કારણે દુખાતુ માથુ પણ આ સિરપથી તમને બંધ થઇ જશે અને તમે રાહત અનુભવશો.
Recent Comments