ગુજરાત

ઘરે બેઠા નોકરી કરીને રૂ.૩૦ હજાર કમાવવાના ચક્કરમાં ૧૫૦૦૦ની છેતરપિંડી

ઘરે બેઠા નોકરી કરીને રૂ.૩૦ હજાર કમાવવાના ચક્કરમાં ડીંડોલીનો મહારાષ્ટ્રીયન યુવક ભેરવાયો હતો. નટરાજ પેન્સિલ કંપનીમાંથી બોલું છું તેવી ખોટી ઓળખ આપી યુવક પાસે રૂપિયા ૧૫૦૦૦ ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી. સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ સાઇબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે અવરનેસ કરી રહી છે છતાં લોકો વધુ નાણાં કમાવાના ચક્કરમાં લોકો ભોગ બની રહ્યા છે

મૂળ જલગામ અમલનેરના વતન અને હાલ ડીંડોલી ના નવાગામ મહાદેવ નગર ચારમાં રહેતા કનૈયાલાલ બાપુ પાટીલને તા.૨૧ ૯ ૨૦૨૩ ના રોજ મોબાઈલ ફોન નંબર ઉપર એક કોલ આવ્યો હતો. મોબાઈલ ફોન ધારક યુવકે પોતે નટરાજ પેન્સિલ કંપની માંથી અજય ગુપ્તા તરીકે બોલું છું તેવી ઓળખ આપી હતી અને કનૈયાલાલ સાથે વાતચીત કરી તેને કહ્યું હતું કે નટરાજ કંપનીમાં ઘર બેઠા નોકરી કરીને મહિના ૩૦ હજાર રૂપિયા કમાવી શકો છો. તેવું પ્રલોભન આપી અજય ગુપ્તા નામના ફ્રોડ યુવકે કનૈયાલાલને બાટલીમાં ઉતાર્યો હતો. ત્યારબાદ અલગ અલગ પ્રકારના ચાર્જના નામે રૂપિયા ૧૫૪૦૦ કનૈયાલાલ પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં કનૈયાલાલ ને એહસાસ થયો હતો કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે જેથી કનૈયાલાલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદ પોલીસે ગઈકાલે નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

Related Posts